શોકિંગઃ યુએસમાં હોનોલુલુમાં એક ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકો મૃત મળ્યાં
હોનોલુલુઃ અમેરિકાના હોનોલુલુમાં એક ઘરમાંથી એક પરીવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું હતા. પોલીસ તપાસમાં હત્યા-આત્મહત્યા હોવાનું જાણવા મળે છે, એમ પોલીસે જણાવ્યું હતું.
લેફ્ટનન્ટ ડીના થોઇમ્સે જણાવ્યું હતું કે અજાણ્યો કોલ આવતા પોલીસ સવારે ૮-૩૦ વાગ્યે પહેલી વાર ઘરે પહોંચી હતી. પરંતુ કોઇએ દરવાજો ન ખોલાતા ત્યાંથી ચાલ્યા ગયા હતા, પરંતુ બાદમાં બીજો કોલ આવતા અધિકારીઓ ફરી સવારે ૯-૧૫ વાગ્યે ઘરે પહોંચ્યા હતા. ઘરમાં પ્રવેશતા પોલીસને ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમાં પત્ની અને ૧૦, ૧૨ અને ૧૭ વર્ષની વયના સંતાનોનો સમાવેશ થાય છે. બાદમાં પતિ પણ મૃત હાલમાં મળી આવ્યો હતો.
થોઇમ્સે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પતિએ તેની પત્ની અને બાળકો પર જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે પતિના મૃત્યુનું કારણ તપાસ હેઠળ હોવાનું તેણીએ જણાવ્યું હતું.
પુખ્ત વયના લોકોની ઉંમર તાત્કાલિક જાણી શકાય નથી. તબીબી પરીક્ષકની કચેરી મૃતકોની ઓળખ જાહેર કરશે. રવિવારે વહેલી સવારે ઘરમાં ઝઘડો થયો હોવાનું સાક્ષીઓએ જણાવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.