ઇન્ટરનેશનલ

દીકરીના લગ્નમાં પાતળા દેખાવા લીધી દવા, પેટની ગંભીર બીમારીથી મહિલા મોતને ભેટી

સતત પાતળા દેખાવાની ઘેલછા કઇ રીતે મોત સુધી દોરી જાય છે તે બતાવતો એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે જેમાં પાતળા દેખાવા માટે લીધેલી એક દવાને કારણે એક મહિલાને તેની જીંદગીથી હાથ ધોઇ બેઠી હતી. આ મહિલા તેની દીકરીના લગ્નમાં હાજરી આપવા માટે પાતળી દેખાવા માગતી હતી.

ટ્રિશ વેબસ્ટર નામની આ મહિલા ‘ઓઝેમ્પિક’ નામની દવાનું સેવન કરતી હતી. જે મુખ્યત્વે ટાઇપ-2 ડાયાબિટીસ અને વજન ઘટાડવાની સારવાર માટે વપરાય છે. જો કે આ દવા લીધા બાદ મહિલાને પેટની એક ગંભીર બિમારી થઇ જેમાં તેની ડાયજેસ્ટિવ સીસ્ટમને ઘણું નુકસાન પહોંચ્યું હતું. 16 જાન્યુઆરીએ મહિલાની દીકરીના લગ્ન યોજાયા છે.

વેબસ્ટરે પ્રિસ્ક્રિપ્શન ઈન્જેક્શન સક્સેન્ડા સાથે ઓઝેમ્પિક લીધું અને પાંચ મહિનામાં લગભગ 15 કિલો વજન ઘટાડ્યું. દવાને કારણે શરૂઆતમાં ટ્રિશને ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળી હતી પરંતુ તે ટૂંક સમયમાં જ બીમાર થઈ ગઈ હતી જે દરમ્યાન તેને મોંમાંથી બ્રાઉન પ્રવાહી નીકળ્યા બાદ તે બેભાન થઇ ગઇ, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી અને પછી તેનું મૃત્યુ થયું. તેના મોતને કારણે પરિવારજનો ઘેરા આઘાતમાં છે. તેના પતિએ પણ લોકોને અપીલ કરી છે કે આ દવાનું સેવન ન કરે.

વિશ્વભરમાં ઝડપથી પાતળા થવા માટે અનેક લોકો ‘ઓઝેમ્પિક’ નામની આ દવા લેતા હોય છે. આ દવા શરીરમાં ગયા બાદ સીધી રીતે પાચન પ્રક્રિયા પર અસર કરે છે. પાચન પ્રક્રિયા અત્યંત ધીમી પડી જાય છે જેને કારણે દવા લેનારને સતત એવું લાગ્યા કરે છે કે તેનું પેટ ભરેલું જ છે અને તેને ખાવાની જરૂર નથી. આથી પેટમાં ગંભીર સમસ્યાઓ ઉદ્ભવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button