ઇન્ટરનેશનલ

અમેરિકાના મધ્ય-પશ્ચિમ અને દક્ષિણમાં વાવાઝોડા ત્રાટક્યાં: છના મોત…

લેક સિટીઃ અમેરિકાના દક્ષિણ અને મધ્ય-પશ્ચિમી પ્રદેશોમાં ભારે તોફાન અને વાવાઝોડા ત્રાટક્યાં છે. વાવાઝોડામાં છ લોકોના મોત થયા હતા તેમ જ વીજળીના તાર અને વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત અનેક ઘરોની છતો ઉડી જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

અરકાનસાસ, ટેનેસી, ઇન્ડિયાના, મિસૌરી અને મિસિસિપીના કેટલાક ભાગોમાં ડઝનબંધ ટોર્નેડો અને ભયંકર વાવાઝોડા ત્રાટક્યા હતા. આગાહીકારોએ જણાવ્યું કે ગરમી અને ભારે પવન સાથે અસ્થિર વાતાવરણ હવામાન બગાડશે. બુધવાર અને ગુરુવારની સવારે પશ્ચિમ ટેનેસી, મિસૌરી અને ઇન્ડિયાનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા.

ઉત્તર-પૂર્વ અરકાનસાસમાં એક દુર્લભ ટોર્નેડો કટોકટી જારી કરવામાં આવી હતી કારણ કે કાટમાળ હવામાં હજારો ફૂટ ઉડ્યો હતો. આગામી દિવસોમાં દક્ષિણ અને મધ્ય-પશ્ચિમમાં ભયંકર પૂરનો ખતરો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આગામી ચાર દિવસમાં એક ફૂટથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન સેવાના હવામાનશાસત્રી ચેલી અમીને જણાવ્યું કે બુધવારે સાંજે અરકાનસાસના બેલીથવિલેમાં વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં ઓછામાં ઓછા ૨૫,૦૦૦ ફૂ૭(૭.૬ કિમી)ની ઊંચાઇએ કાટમાળ ઉડ્યો હતો.

ગુરૂવારે સવારે સૂર્યોદય સમયે ઘણા વિસ્તારોમાં ખૂબ જ ભયાનક સ્થિતિ જોવા મળી હતી. ઘણી જગ્યાએ પરિસ્થિતિ ગંભીર છે. ભારે પવનોને કારણે સેમીટ્રકો હવામાં ઉડી, વીજળીના તાર તૂટી પડ્યા અને વીજળી ગુલ થઇ ગઇ હતી. જેથી ઇન્ડીયાનામાં કેટલીક શાળાના વર્ગો ખોરવાઇ ગયા હતા.

પાવરઆઉટેઝ. યુએસના જણાવ્યા અનુસાર ભારે વાવાઝોડના કારણે ઇન્ડિયાના, ઓહિયો, કેન્ટુકી, અરકાનસાસ, ટેનેસી, વેસ્ટ વર્જિનિયા, મિસિસિપી, મિસૌરી અને ટેક્સાસમાં પાંચ લાખથી વધુ ગ્રાહકો ગુરૂવાર સવારથી વીજળી વગર હેરાન થયા હતા.

આપણ વાંચો : ટ્રમ્પના ટેરિફથી ભારતીય કંપનીઓને થશે ફાયદો, જાણો વિગતવાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button