હેકર્સે Internet Archiveની સર્વિસ ખોરવી નાખી, 3 કરોડ પાસવર્ડ ચોરાયા
નવી દિલ્હી: ઓનલાઈન ડિજિટલ લાઈબ્રેરી ઈન્ટરનેટ આર્કાઈવ (Internet Archive) પર ગઈ કાલે ગુરુવારે એક મોટો સાયબર અટેક (Cyber attack) કરવામાં આવ્યો હતો, જેને કારણે વેબસાઇટને ઘણા સમય સુધી ઑફલાઇન રહી હતી. સાન ફ્રાન્સિસ્કો સ્થિત નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનેટ આર્કાઈવના સ્થાપક બ્રુસ્ટર કાહલેએ પુષ્ટિ કરી કે મંગળવારે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS) અટેકની સિરીઝ શરૂ થઈ, અટેકને કારણે સાઇટની સર્વિસ ખોરાઇ ગઈ હતી અને લાખો યુઝર્સનો ડેટા ચોરી ગયો છે.
યુઝર્સ જ્યારે વેબ સાઈટ ઓપન કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એક પોપ-અપ મેસેજ સામે આવતો હતો, જેમાં 31 મિલિયન એકાઉન્ટ્સના ડેટા ચોરીને સાઈટ હેક કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સાઈબર એટેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા મેસેજમાં યુઝર્સને અપીલ કરવામાં આવી કે તેમની માહિતી લીક થઈ છે કે કેમ તે જાણવા માટે “Have I Been Pwned” (HIBP) સાઇટ તપાસો.
કાહલેએ અહેવાલ આપ્યો હતો કે અટેકને કારણે યુઝરનેમ, ઈમેલ એડ્રેસ અને પાસવર્ડનો બ્રીચ થયા છે. બુધવારે એક્સ પરની એક પોસ્ટમાં, તેમણે જણાવ્યું કે સંસ્થા સિક્યોરીટી વધારી રહી છે.
મંગળવારે પ્રારંભિક અટેક પછી ગુરુવારે વહેલી સવારે હેકર્સે ફરી અટેક કર્યો હતો અને મુખ્ય સાઇટ અને તેની “ઓપન લાઇબ્રેરી”ને અસર કરી હતી. કાહલેએ યુઝર્સને ખાતરી આપી હતી કે જ્યારે વેબસાઈટ ડિફેસ થઈ ગઈ હતી, ત્યારે ડેટા કરપ્ટ થયો નથી અને સર્વિસ સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
HIBP એ પછીથી પુષ્ટિ કરી કે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ સહિત ઈન્ટરનેટ આર્કાઈવમાંથી રેકોર્ડ્સ ચોરી થયા છે.
હેકર ગ્રુપ “SN_BLACKMETA” એ હુમલાની જવાબદારી સ્વીકારી છે, દાવો કર્યો કે ઇઝરાયલને સમર્થન આપતી યુએસ સરકાર સાથેના કથિત સંબંધોને કારણે ઈન્ટરનેટ આર્કાઇવને નિશાન બનાવવામાં આવ્યું હતું.
નિષ્ણાતોએ SN_BLACKMETA ને “rising cyber threat ” તરીકે લેબલ કર્યું છે. તે પેલેસ્ટાઇન તરફી હેકટિવિસ્ટ ગ્રુપ છે, જે કદાચ રશિયાથી કાર્યરત છે અને સુદાન સાથે સંબંધ ધરાવે છે.
ઇન્ટરનેટ આર્કાઇવ શું છે?
ઇન્ટરનેટ આર્કાઇવની સ્થાપન 1996માં થઇ હતી. ઈન્ટરનેટ આર્કાઈ ઓપન ઈન્ટરનેટને પ્રોત્સાહન આપતી નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે.