ઇન્ટરનેશનલ

DNAની ડબલ હેલિક્સ રચનાના શોધક જેમ્સ વૉટસનનું નિધન, 97 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

વિશ્વને “જીવનનું રહસ્ય” આપનાર અમેરિકી વૈજ્ઞાનિક જેમ્સ વૉટસન હવે આ દુનિયામાં નથી. 97 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. 1953માં DNA ની ડબલ હેલિક્સ રચના શોધીને તેમણે વિજ્ઞાનની દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યો છે, પરંતુ જાતિવાદી નિવેદનોએ તેમના જીવનના છેલ્લા વર્ષોને કાળા વાદળોમાં ઘેરી દીધા હતા. જેમ્સ વૉટસન DNAના પિતા તરીકે ઓળખાત હતા.

ડીએનએની શોધથી નોબેલ સુધીની સફર

શિકાગોમાં 1928માં જન્મેલા વૉટસને માત્ર 25 વર્ષની ઉંમરે બ્રિટિશ વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિક સાથે મળીને DNAનું ડબલ હેલિક્સ મોડેલ તૈયાર કર્યું. 1962માં તેમણે ક્રિક અને મોરિસ વિલ્કિન્સ સાથે નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. આ શોધ મામલે તેમણે કહ્યું હતું કે, અમે જીવનનું સૌથી મોટું રહસ્ય ઉકેલી લીધું છે.

2007માં એક મીડિયા ઇન્ટરવ્યુમાં વૉટસને કહ્યું કે “આફ્રિકાનો ભવિષ્ય અંધકારમય છે કારણ કે આપણી બધી નીતિઓ એ માનીને બની છે કે આફ્રિકન લોકોની બુદ્ધિ આપણા જેવી જ છે, જ્યારે તમામ પરીક્ષણો બીજું જ કહે છે.” આ નિવેદન પછી તેમને કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરીના ચાન્સેલર પદેથી હટાવી દેવામાં આવ્યા. જે બાદ 2019માં ફરી એવું જ નિવેદન આપતાં લેબે તેમની તમામ પદવીઓ છીનવી લીધી.

વિવાદોને કારણે વૈજ્ઞાનિક સમાજથી અલગ પડેલા વૉટસને 2014માં પોતાના નોબેલ ગોલ્ડ મેડલ 4.8 મિલિયન ડોલરમાં નીલામ કરવા પડ્યા હતા. એ સમયે તેમણે કહ્યું હતંસ કે, “હું હવે એકલો પડી ગયો છું.” જો કે રશિયન અબજોપતિ અલીશર ઉસ્માનોવે મેડલ ખરીદીને તેમને સુપરત કર્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button