બોલો, અહીં Temprature@ 48, બ્રેડ અને દૂધ કરતાં મોંઘું વેચાય છે બરફ…
રાજ્ય સહિત દેશના અનેક વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસનો આંકડો વટાવી ચૂક્યો છે અને નાગરિકોમાં આ આગ ઓકતી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. માત્ર ભારત જ નહીં પણ દુનિયાના અનેક દેશો આવી આકરી ગરમીનો સામનો કરી રહ્યો છે. આફ્રિકાના માલીની વાત કરીએ તો અહીં ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. એટલું જ નહીં અમુક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અહીં બ્રેડ અને દૂધ કરતાં બરફના ટૂકડાંની કિંમત વધારે છે…
જી હા, માલીમાં ઉષ્ણતામાન 48 ડિગ્રી સેલ્સિયસનો આંકડો વટાવી ચૂક્યો છે. માલીની રાજધામની બમાકોમાં બરફ ખરીદવા આવેલી 15 વર્ષની બાળકીએ જણાવ્યું હતું કે અહીં ગમરી વધારે પડી રહી છે એટલે હું બરફ ખરીદવા માટે આવી છું. લાંબા સમયથી પડી રહેલી ગરમીને કારણે નાગરિકો વીજકાપનો સામનો પણ કરી રહ્યા છે. વીજળી ન હોવાને કારણે ફ્રિજ કામ નથી કરવું. ભોજનને બગડતું અટકાવવા અને હીટવેવ દરમિયાન તેને ઠંડુ રાખવા માટે બરફના ટૂકડાની મદદ લેવી પડે છે. જોકે, આ ઉપાય પણ અમુક હદ સુધી જ કામ કરે છે.
તમારી જાણ માટે માલીમાં ગરમીની સાથે સાથે મોંઘવારી પણ માઝા મૂકી રહી છે. એક નાનકડી બેગ ભરીને બરફની કિંમત 300થી 500 ફ્રેન્ક્સ સુધી પહોંચી જઈ જ્યારે બમાકોમાં બ્રેડની કિંમત 250 સીએફએ જેટલી હોય છે. આ ઉપરાંત અહીંના નાગરિકો ક્યારેક તો આખો આખો દિવસ વીજળી વિના પસાર કરી નાખે. ગરમીને કારણે ઘણી વખત અહીં ખાવાનું પણ બગડી જાય છે.
આપણ વાંચો: ભારે તાપ અને ગરમીમાં તમારી આંખોની સંભાળ આવી રીતે રાખો…..
માલીમાં વીજળીની સમસ્યા એકાદ વર્ષથી શરૂ થઈ છે. કરોડો ડોલરના દેવા હેઠળ ડૂબેલી માલીની વીજ કંપની વધી રહેલી વીજળીની માંગણી પૂરી કરવામાં નિષ્ફળ નિવડી હતી. અહીં જનરેટર ન હોય એવા લોકોની સંખ્યા વધુ છે કારણ કે આ બેકઅપ જનરેટર ચલાવવા માટે ઈંધણની જરૂર પડે છે અને ઈંધણ ખૂબ જ મોંઘુ હોય છે.
એક રિપોર્ટ અનુસાર માર્ચ મહિના બાદથી જ માલીના કેટલાક હિસ્સામાં ઉષ્ણતામાનનો આંકડો 48 ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરી ગયો છે. ભયંકર ગરમીને કારણે અત્યાર સુધી અહીં 100થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. આટલી બધી ગરમી પડતી જોઈને સાવધાનાની પગલાંરૂપે અમુક વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારોમાં હાલમાં જ પૂરા થયેલાં રમઝાનના મહિનામાં રોઝા ન રાખવાની ભલામણ પણ નાગરિકોને કરવામાં આવી હતી.