તેલ સંકટ નિવારવા સાઉદી અરેબિયાનો નવો કિમીયો, હવે શાહી મહેલ ભાડે આપશે
કાચા તેલના પુરવઠા પર પોતાની અર્થવ્યવસ્થા ચલાવતું સાઉદી અરેબિયા સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાં જે રીતે ઈલેક્ટ્રિક વાહનોનો વિકલ્પ વધી રહ્યો છે તે જોતા ક્રૂડ ઓઈલની માંગમાં ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિ સાઉદી અરેબિયા, કુવૈત, કતાર જેવા દેશો માટે ચિંતાનો વિષય છે.
સાઉદી અરેબિયાએ પણ આ સમસ્યાનો ઉકેલ શોધવાનું શરૂ કરી દીધું છે અને તેના પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ હેઠળ, તેણે રમતગમતના કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું છે અને મનોરંજન કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે. એટલું જ નહીં, સાઉદી અરેબિયા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરી રહ્યું છે.
હવે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સાઉદી અરેબિયા તેના પૂર્વ શાસક સઈદ બિલ અબ્દુલ અઝીઝનો મહેલ પણ ભાડે આપશે. આ મહેલમાં પ્રવાસીઓ રાત વિતાવી શકશે. 3 લાખ 65 હજાર ચોરસ ફૂટનો આ વિશાળ મહેલ આધુનિક સાઉદી અરેબિયાના બીજા શાસક સાઉદ બિન અબ્દુલ અઝીઝનું ઘર હતું.
આ પણ વાંચો: Haj pilgrimage: સાઉદી અરેબિયાએ હજ યાત્રા શરૂ કરવાની તારીખ જાહેર કરી, લાખો લોકો સાઉદી પહોંચ્યા
રેડ પેલેસ તરીકે ઓળખાતો આ મહેલ 1940માં તત્કાલિન ક્રાઉન પ્રિન્સ માટે બનાવવામાં આવ્યો હતો. હવે તેને અલ્ટ્રા લક્ઝરી હોટલ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ પેલેસમાં રહીને લોકો સાઉદી અરેબિયાના શાહી જીવનનો અનુભવ કરી શકશે.
એક રિપોર્ટ અનુસાર, બિલ્ડર કંપની બુટિક ગ્રુપ દ્વારા પેલેસને નવો લુક આપવામાં આવી રહ્યો છે. દાયકાઓ સુધી આ મહેલ શાસકનું નિવાસસ્થાન હતું અને પછી તેને સરકારનું મુખ્યાલય બનાવવામાં આવ્યું. હવે તેને હોટલ તરીકે વિકસાવવામાં આવશે. પ્રવાસીઓ કુલ 70 રૂમમાં રોકાશે.
આ પણ વાંચો: મક્કામાં મળી આવ્યો સોનાનો વિપુલ ભંડાર, સાઉદી અરેબિયા થશે માલામાલ
આનાથી લોકોને ન માત્ર રહેવાની તક મળશે પરંતુ તેઓ સાઉદી અરેબિયાના શાહી જીવનના સાક્ષી પણ બની શકશે. આ સિવાય આ હોટલમાં સાઉદી અરેબિયાના શાહી પરિવાર ની પરિવારની મનપસંદ વાનગીઓ પીરસવામાં આવશે. આ રીતે, રહેવાથી લઈને ખાવા સુધી, લોકોને સાઉદી અરેબિયાની શાહી જીવનશૈલીનો અનુભવ કરાવવામાં આવશે. આ પેલેસમાં સ્પા સેન્ટર પણ ખોલવામાં આવશે, જ્યાં પરંપરાગત સાઉદી ઉપચાર ઉપલબ્ધ હશે.
સાઉદી અરેબિયામાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ છે. જો કે, તેમાં રહેવાની કિંમત ઘણી વધારે હશે. બુટિક ગ્રૂપના CEO માર્ક ડી. કોસિનિસે કહ્યું હતું કે, ‘તે શાહી જીવન જીવવાનો અનુભવ હશે. અહીં તમને સાઉદી અરેબિયાના શાહી જીવનમાં તે બધું જ જોવા મળશે. આ સિવાય આ પેલેસમાં રહેવાથી લોકોને સાઉદી અરેબિયાના ઈતિહાસ અને સંસ્કૃતિને સમજવામાં પણ મદદ મળશે.