ઇન્ટરનેશનલ

મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, સાઉદી અરેબિયાએ યુએઇના જહાજ પર હુમલો કર્યો

મુકલ્લા: મિડલ ઈસ્ટમાં એક સમયે મિત્ર રહેલા બે દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતી ઉભી થઇ છે. જેમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના જહાજ પર હુમલો કર્યો છે. સાઉદી અરેબિયાએ યમનના મુકલ્લા બંદર પર હુમલો કર્યો હતો. તેમજ કહ્યું હતું કે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે કટિબદ્ધ છે. યમનના મુકલ્લા બંદર પર યુએઇના જહાજો શસ્ત્રો અને સશસ્ત્ર વાહનો ઉતારી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.

જહાજોએ ફુજૈરાહ બંદરેથી ટ્રેકિંગ સિસ્ટમને બાયપાસ કરી

સાઉદી અરેબિયાના જણાવ્યા અનુસાર યુએઇ દ્વારા આ શસ્ત્રો યમનમાં એવા જૂથોને પૂરા પાડવામાં આવી રહ્યા હતા જે સાઉદી અરેબિયાના દુશ્મન છે. સાઉદી અરેબિયાનો દાવો છે કે જહાજો ફુજૈરાહ બંદરથી તેમની ટ્રેકિંગ સિસ્ટમને બાયપાસ કરીને રવાના થયા હતા અને તેમાં મોટી માત્રામાં શસ્ત્રો અને લડાયક વાહનો હતા. આ શસ્ત્રો સાઉધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC)ને મોકલવામાં આવતા હતા. જે યુએઇ દ્વારા સમર્થિત યમનનું અલગતાવાદી જૂથ છે.

આપણ વાચો: ઈરાન ઇઝરાયલ યુદ્ધથી વધતા તણાવ વચ્ચે એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટની તમામ ફ્લાઇટ રદ કરી

યુએઈના સૈનિકોને યમન છોડવા માટે 24 કલાકનો સમય આપ્યો

સાઉદી અરેબિયાએ યુએઇ પર સાઉધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ દળોને સાઉદી અરેબિયાની દક્ષિણ સરહદ નજીક લશ્કરી કાર્યવાહી કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે અને તેની નિંદા કરી છે. સાઉદી અરેબિયાએ યુએઈના સૈનિકોને યમન છોડવા માટે 24 કલાકનો સમય આપ્યો છે.

STC એ યુએઈ પાસેથી લશ્કરી સહાયની વિનંતી કરી

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “આ મર્યાદિત કાર્યવાહી પ્રાદેશિક શાંતિ માટે ખતરાને રોકવા માટે કરવામાં આવી હતી. અમે સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ મુકલ્લા બંદરને ભારે નુકસાન થયું હતું. સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ નામના જૂથે તેને આક્રમણ ગણાવ્યું અને યુએઈ પાસેથી લશ્કરી સહાયની વિનંતી કરી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button