સાઉદી અરેબિયાએ 50 વર્ષ જૂની ‘કફલા સિસ્ટમ’ રદ્દ કરી; લાખો ભારતીઓને રાહત

રિયાધ: અગાઉ એવા અનેક કિસ્સાઓ બન્યા છે કે ગલ્ફના દેશોમાં નોકરી કરવા ગયેલા વિદેશો લોકોના ડોક્યુમેન્ટર જપ્ત કરી લેવામાં આવ્યા હોય અને તેમને વતન પરત ફરતા રોકવામાં આવ્યા હોય. એવામાં સાઉદી અરેબિયાએ 50 વર્ષ જૂની વિવાદાસ્પદ કફલા લેબર સ્પોન્સરશીપ સિસ્ટમ(Kafala Labour System)ને રદ કરી છે, જેને ‘આધુનિક ગુલામી’ કહેવામાં આવતી હતી. આ સિસ્ટમ રદ થતા સાઉદી અરબમાં કામ કરતા લાખો વિદેશો લોકોને રાહત મળી શકે છે.
કફલા લેબર સ્પોન્સરશીપ સિસ્ટમ હેઠળ એમ્પ્લોયર્સને કફીલ કહેવામાં આવે છે, તેઓ કર્મચારીઓ પર અમાનવીય નિયંત્રણ રાખી શકે છે, તેઓ કર્મચારીના ટ્રાવેલ ડોકયુમેન્ટ જપ્ત કરી શકે છે, તેમને નોકરી બદલવાથી અટકાવી શકે છે અને દેશ છોડતા રોકી શકે છે.
ઘણા ભારતીય યુવાનો દિનાર અથવા રિયાલમાં કમાણી કરી ઝડપથી નાણા કમાવાની લાલચે ગલ્ફને દેશો તરફ આકર્ષાઈ છે અને ત્યા ફસાઈ જાય છે. હવે સાઉદી અરેબિયામાં કફલા પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવતા લાખો લોકોને રાહત મળશે.
ક્રાઉન પ્રિન્સનું ‘વિઝન 2030’:
સાઉદી અરેબિયાએ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ‘વિઝન 2030’ સુધારાના ભાગ રૂપે જૂન મહિનામાં આ સિસ્ટમને રદ કરવાની વિચારણા થઇ રહી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સાઉદી અરેબિયા વિદેશી રોકાણને આકર્ષવા માટે દેશની છબીને સુધારવા પ્રયાસો કરી રહ્યું છે. વર્ષ 2029ની એશિયન વિન્ટર ગેમ્સ પણ સાઉદી અરેબિયમાં આયોજિત કરવામાં આવી છે.
આ ગલ્ફ દેશોમાં આ પ્રથા લાગુ:
કુવૈત, ઓમાન, લેબનોન અને કતાર જેવા દેશોમાં આ પ્રથા જુદા જુદા સ્વરૂપોમાં લાગુ છે. અહેવાલ મુજબ ગલ્ફના દેશોમાં 2.5 કરોડ વિદેશી નાગરિકો કફીલ પ્રથા હેઠળ કામ કરી રહ્યા છે, જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. લગભગ 75 લાખ ભારતીય કફીલ પ્રથા હેઠળ કામ છે.
કફલા સિસ્ટમ રદ થતા સાઉદી અરેબિયામાં રહેલા લગભગ 1.3 કરોડ વિદેશી કામદારો લાભ થશે., જેમાંથી 25 લાખ ભારતીયોનો સમાવેશ થાય છે.
કફલા સિસ્ટમ 1950 ના દાયકામાં શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ ભારત અને અન્ય દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાંથી વિદેશી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર્સને લાવવાનો હતો.