Good News: સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી વાપસી અંગે નાસાએ આપી મહત્ત્વની માહિતી
નવી દિલ્હી: માત્ર આઠ દિવસની અવકાશ યાત્રાએ ગયેલા ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા છે. જોકે હવે સારા સમાચાર મળ્યા છે. બંનેને પૃથ્વી પર પરત લાવવા નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન (Space X crew-9) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે જોડાઈ ચુક્યું છે. આ મિશન સાથે નાસાના નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ISS પર પહોંચ્યા છે. સુનિતા અને બૂચે હેગ અને ગોર્બુનોવનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
નાસાના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર પેમ મેલરોયે કહ્યું કે આ ખૂબ જ શાનદાર દિવસ છે. હેગ અને ગોર્બુનોવ ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરશે ત્યારે તેઓ બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને પોતાની સાથે લાવશે.
સુનિતા અને બૂચે બંને લગભગ આઠ દિવસની અવકાશયાત્રા માટે સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ તેમના સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાવાને કારણે બંને હવે ત્યાં જ અટવાઈ ગયા છે. આ બંનેની વાપસી હવે ફેબ્રુઆરી 2025માં થવાની છે.
સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટે શનિવારે બપોરે 1:17 વાગ્યે ફ્લોરિડાના કેપ કેનાવેરલથી ટેક ઓફ કર્યું હતું. ફાલ્કન 9 રોકેટે રવિવારે સાંજે 5.30 કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું. આ પછી, લગભગ 7 વાગ્યે, નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ્યા. બંનેએ ત્યાં પહેલાથી હાજર અવકાશયાત્રીઓને ગળે મળ્યા, આ નવા મહેમાનોને જોઈને ત્યાં હાજર અવકાશયાત્રીઓના ચહેરા પણ ચમકી ઉઠ્યા.
અગાઉ સુનિતા અને વિલ્મોરને લેવા ગયેલું સ્ટારલાઈનર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે ફીટ થઇ શક્યું ન હતું. આ પછી અવકાશયાન ક્રૂ મેમ્બર વિના પૃથ્વી પર પાછું ફર્યું હતું. આ પછી, સ્પેસએક્સના ક્રૂ -9 મિશનને આ બંનેને લેવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ક્રૂ-9 મિશન ઓગસ્ટના મધ્યમાં શરૂ થવાનું હતું, પરંતુ સપ્ટેમ્બરના અંતમાં રવાના થયું. હવે હેગ અને ગોર્બુનોવ લગભગ 5 મહિના સુધી ISSમાં રહેશે.
Also Read –