250 ફૂટ પરથી સાન્તા નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો પણ લોકો તાળીઓ પાડતા રહ્યા….
ક્રિસમસ નજીક છે અને નાના બાળકો સાન્તાક્લોઝ તેમના માટે ગિફ્ટ લાવે તેની રાહ જોઈ રહ્યા છે. ક્રિસમસમાં ઘણા લોકો સાન્તા બનીને નાના બળકોને ગિફ્ટ વેચતા હોય છે. આવી જ એક ઘટના રશિયામાં બની જેમાં એક વ્યક્તિએ રશિયન સાન્તા બનીને બાળકોને એક બિલ્ડીંગ પરથી ગિફ્ટ આપવા જતો હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું.
આ વ્યક્તિએ બાળકોને મેરી ક્રિસમસની શુભેચ્છા આપવા માટે બિલ્ડિંગ પર ચઢવાનું શરૂ કર્યું. તે વ્યક્તિનો પુત્ર અને પત્ની સહિત ઘણા બાળકો નજીકના ક્રિસમસ ટ્રી પાસે ઉભા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેના હાથમાંથી દોરડું સરકી ગયું અને તે લગભગ 250 ફૂટ નીચે પડી ગયો અને તે જ સમયે તેનું મૃત્યુ થયું હતું.
ત્યાં ઊભેલા તમામ લોકોને તો એમજ હતું કે સાન્તા પ્રેન્ક જ કરી રહ્યો છે. એટલે જલ્દી કોઈ જોવા પણ નહોતું ગયું. પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામી ચૂક્યો હતો. આ અકસ્માત રશિયન શહેર ચેલ્યાબિન્સ્કમાં થયો હતો. એક મહિલાએ કહ્યું હતું કે ત્યાં ઊભેલા દરેક લોકો આઘાતમાં છે. બીજાએ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બધા મસ્તી કરી રહ્યા હતા, અને કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આવું થશે.
જે કંપનીએ આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું તેણે આ ઘટના માટે માફી માંગી હતી અને કહ્યું હતું કે આ વ્યક્તિ ઘણો અનુભવી હતો આથી જ તેને આ રીતે ઉપર ચડવાનું કામ આપવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે અમે પોલીસને અકસ્માતના કારણો સમજવવાની કોશિશ કરીશું. ઘટનાના પગલે રશિયન રાજ્યના તપાસકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી શરૂ કરી હતી કે સલામતીના કોઈ નિયમોનું ઉલ્લંઘન થવાથી આ અકસ્માત થયો છે કે કેમ.