ગજબ બેઈજ્જતીઃ સલમાન કો ઈગ્નોર કિયા?

બી-ટાઉનના ભાઈજાન સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે ફેન્સ કલાકોના કલાકો રાહ જોતા હોય છે. પરંતુ સાઉદી અરેબિયામાં સલમાન ખાન સાથે કંઈક એવું થયું કે જેના પર વિશ્વાસ કરવાનું અઘરું છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આખો મામલો…
વાત જાણે એમ છે કે સલમાન ખાન સાઉદી અરેબિયામાં યોજાયેલી એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યો હતો અને આ જ ઈવેન્ટમાં ફેમસ ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર બંને જણનો સાથે બેઠા હોય એવો ફોટો ખૂબ જ વાઈરલ થયો હતો.
પરંતુ હવે આ જ ઈવેન્ટનો એક વીડિયો સામે આવી રહ્યો છે કે જેમાં રોનાલ્ડો સલમાન ખાનની સામેથી પસાર થાય છે, પરંતુ એણે ભાઈજાનની હાજરીની નોંધ પણ લીધી નહોતી. સામે પક્ષે આટલી ભીડ વચ્ચે સલમાન રોનાલ્ડોને જોતો રહી જાય છે અને રોનાલ્ડો આગળ વધી જાય છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જ લોકો એવું કહી રહ્યા છે કે રોનાલ્ડોએ સલમાન ખાનને ઈગ્નોર કરી દીધો હતો અને આગળ વધી ગયો હતો. આ પહેલાં આ જ ઈવેન્ટનો એક ફોટો સામો આવ્યો હતો, જેમાં રોનાલ્ડો સલમાન ખાનની બાજુંમાં બેઠેલો જોવા મળ્યો હતો. હવે આવું કેમ થયું એનું કારણ તો જાણી શકાયું નથી, પરંતુ ભાઈજાન, બી-ટાઉનના ટાઈગરને ઈગ્નોર કરનારની ચર્ચા થાય એ તો સ્વાભાવિક છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ટાઈગર થ્રીની રિલીઝમાં વ્યસ્ત છે. દિવાળી પર આ ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત સલમાન હાલમાં રિયાલિટી ટીવી શો બિગ બોસ-17 પણ હોસ્ટ કરી રહ્યો છે, જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.