ઇન્ટરનેશનલનેશનલ

ઢાકામાં એસ. જયશંકર અને પાકિસ્તાની નેતાની થઈ મુલાકાત: મોહમ્મદ યુનુસે તસવીર શેર કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાવો

ઢાકા: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના આજે ઢાંકા ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાંગ્લાદેશમાં દેશ-વિદેશના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતાં. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભારત તરફથી ખાલિદા ઝિયાના અંતિમસંસ્કારમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત પાકિસ્તાનના એક વરિષ્ઠ નેતા સાથે થઈ હતી. જે ચર્ચાનું કેન્દ્ર બની છે.

વિદેશ પ્રધાનની પાકિસ્તાનના સ્પીકર સાથે મુલાકાત

ખાલિદા ઝિયાના અંતિમસંસ્કારમાં પાકિસ્તાન તરફથી સરદાર અયાઝ સાદિક હાજર રહ્યા હતા. તેઓ હાલ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર છે.

આપણ વાચો: વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનએસસીના સભ્યો પર લગાવ્યો આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ…

આમ, ખાલિદા ઝિયાના અંતિમસંસ્કારમાં એસ. જયશંકર અને સરદાર અયાઝ સાદિકની અનૌપચારિક મુલાકાત થઈ હતી. જેની તસવીર બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસે તેમના એક્સ હેન્ડલ પર શેર કરી છે.

આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, બંને નેતાઓ વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય ચર્ચા થઈ ન હતી. બંનેએ માત્ર એકબીજાના કુશળ સમાચાર પૂછ્યા હતા. જોકે, બંને નેતાઓની આ મુલાકાત રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે, કારણ કે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ટૂંકા પરંતુ ભીષણ યુદ્ધ બાદ આ પ્રથમ ઉચ્ચસ્તરીય મુલાકાત છે.

‘ઑપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ રહ્યા છે. એવા સંજોગમાં બંને દેશના નેતાઓની આ ટૂંકી મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. જોકે, બંને પક્ષો તેને માત્ર એક સૌજન્ય મુલાકાત જ ગણી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button