Russia Ukrain War: વ્હાઇટ હાઉસમાંથી હડધૂત થઇ નીકળેલા ઝેલેન્સકી પાસે બે વિકલ્પ, જાણો વિગતે

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukrain War)સમાપ્ત કરવા મધ્યસ્થી કરી રહ્યા છે. તેવા સમયે હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત ચર્ચાનો વિષય બની રહી છે.
જેમાં બે નેતાઓ મીડિયા સામે અલગ જ અંદાજમાં જોવા મળ્યા. બંનેએ એકબીજાને અનેક વાતો કહી. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાના આક્રમણથી બચાવવા ટ્રમ્પને મળ્યા હતા. જોકે, આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા. જ્યારે ઝેલેન્સકી પણ નારાજ થઇને વ્હાઇટ હાઉસમાંથી નીકળી ગયા હતા.
આપણ વાંચો: શું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ જશે? ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર થયા પુતિન
ઝેલેન્સકી ઉપરાષ્ટ્રપતિ વાન્સને નીચા અવાજમાં બોલવાનું કહ્યું
જોકે, આ મુલાકાત બાદ યુક્રેનની મુશ્કેલી વધી શકે છે. જેમાં એવી ચર્ચાઓ પણ થઇ રહી છે કે, ઝેલેન્સકીએ બગડતી પરિસ્થિતિને સુધારવા માટે કોઈ પ્રયાસ કર્યો નહીં. નિષ્ણાતો માને છે કે તેમણે ટ્રમ્પ અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પર મૌખિક હુમલો કરીને ઝેલેન્સકી સ્થિતિને બેકાબૂ કરી.
જેમાં ટ્રમ્પ પહેલેથી જ ઝેલેન્સકીથી નારાજ હતા અને તેમનો જવાબ સાંભળીને તેઓ વધુ ગુસ્સે થઈ ગયા. બંને નેતાઓ વચ્ચેનો શબ્દયુદ્ધ એટલા નીચલા સ્તરે પહોંચી ગયું કે ટ્રમ્પે ઝેલેન્સકીને મૂર્ખ કહ્યા. ઝેલેન્સકી ઉપરાષ્ટ્રપતિ વાન્સને નીચા અવાજમાં બોલવાનું કહ્યું. જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, તે મોટા અવાજમાં નથી બોલી રહ્યા, હું જ છું.
ઝેલેન્સકી પાસે આ વિકલ્પો
અમેરિકન મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્હાઇટ હાઉસમાં કોઈ મહેમાન સાથે આ પ્રકારનો વ્યવહાર પહેલી વાર થયો છે. ટ્રમ્પ ખૂબ આક્રમક હતા. ટ્રમ્પે યુક્રેનને તેના હાલ પર છોડી દેવાની ધમકી આપી છે. ઝેલેન્સકીએ પ્રથમ વિકલ્પમાં યુક્રેનને આ સ્થિતિમાંથી બહાર કાઠવા પ્રયાસ કરવા પડશે.
ઝેલેન્સકીએ ટ્રમ્પ પાસે તેમના વર્તન માટે માફી માંગવી જોઈએ. જ્યારે બીજા વિકલમાં ઝેલેન્સકી રાજીનામું આપે. જો આ વિવાદ પછી ઝેલેન્સકી યુક્રેનના ભવિષ્યને બચાવવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપે અને યુક્રેનની કમાન બીજા કોઈના હાથમાં જાય તો કદાચ ટ્રમ્પનું વલણ નરમ પડી શકે છે.
ઝેલેન્સકીએ ટ્રમ્પ પાસે તેમના વર્તન માટે માફી માંગવી જોઈએ
જ્યારે પુતિને વારંવાર યુક્રેનમાં ચૂંટણી કરાવવાની હિમાયત કરી છે. પુતિને ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. યુદ્ધની વચ્ચે ઝેલેન્સકીનું રાજીનામું યુક્રેનમાં મોટા રાજકીય સંકટ તરફ દોરી શકે છે. કેટલાક નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે ઝેલેન્સકીએ ટ્રમ્પ પાસે તેમના વર્તન માટે માફી માંગવી જોઈએ.
આપણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના, પીએમ મોદી જશે યુક્રેન
અમેરિકાએ યુક્રેનને 400 મિલિયન ડોલરની સહાય પૂરી પાડી
ઉલ્લેખનીય છે કે. વર્ષ 2022 માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અમેરિકા સતત યુક્રેનને મદદ કરી રહ્યું છે. તત્કાલીન જો બાઈડન સરકારે યુક્રેનને મોટી માત્રામાં પૈસા, શસ્ત્રો અને ફાઇટર વિમાનો પૂરા પાડ્યા હતા. અંદાજ મુજબ, અમેરિકાએ અત્યાર સુધીમાં યુક્રેનને 400 મિલિયન ડોલરની સહાય પૂરી પાડી છે. હવે ટ્રમ્પ ઝેલેન્સકી પાસેથી આ મદદનો હિસાબ માંગી રહ્યા છે. ટ્રમ્પના વલણથી એવું લાગે છે કે અમેરિકાએ હવે યુક્રેનને મદદ કરવાનું બંધ કરશે.
યુક્રેનની સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થશે
ટ્રમ્પે ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે, તમે અમેરિકા વિના બે અઠવાડિયાના યુદ્ધમાં ટકી શકતા નથી. નિષ્ણાતો માને છે કે જો ઝેલેન્સકીનું વલણ નરમ નહીં પડે તો ટ્રમ્પ કડક કાર્યવાહી કરી શકે છે. યુક્રેનની સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થશે.
રશિયા ખૂબ ખુશ
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની ગરમાગરમ ચર્ચાથી રશિયા ખૂબ ખુશ છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ અને વાન્સે તેમની વાતચીત દરમિયાન ઝેલેન્સકી પ્રત્યે સંયમ દાખવ્યો તે મોટી બાબત હતી.