ઇન્ટરનેશનલ

Russia Ukraine War: શાંતિ તરફ વધુ એક પગલું; યુદ્ધવિરામ પ્રસ્તાવ લઇને યુએસ અધિકારીઓ રશિયા રવાના…

જેદ્દાહ: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ પહેલા શરુ થયેલું યુદ્ધ હજુ પણ ચાલી (Russia Ukraine War) રહ્યું છે, આ યુદ્ધમાં યુક્રેનમાં ભારે ખુવારી સર્જાઈ છે, આ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રને પણ મોટો ફટકો પડ્યો હતો. હવે આ યુદ્ધ અટકે તવી આશાની કિરણ દેખાઈ રહી છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં અમેરિકન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં યુદ્ધ વિરામ કરાર (Ceasefire deal) મંજુર કરવામાં આવ્યો હતો. હવે યુએસ પ્રતિનિધિમંડળ રશિયા સાથે યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધારવા માટે મોસ્કો જવા રવાના થયું છે.

Also read : ભારત અમેરિકન દારૂ પર આટલો બધો ટેરિફ લાદે છે! જાણો વ્હાઈટ હાઉસ અધિકારીએ શું કહ્યું…

એક મીડિયા અહેવાલ મુજબ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો(Marko Rubeo)ની આગેવાની બેઠક એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોસ્કો પહોંચવાનું છે. આ પ્રતિનિધિમંડળમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ એમ્બેસેડર સ્ટીવ વિટકોફનો પણ સમાવેશ થાય છે, જે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળી શકે છે.

‘બોલ હવે રશિયાના કોર્ટમાં છે’
મંગળવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી વાટાઘાટોમાં યુક્રેને 30 દિવસના યુદ્ધવિરામ કરારની સ્વીકાર્યો હતો. ત્યારબાદ અમેરિકાએ યુક્રેન સાથે લશ્કરી સહાય અને ઈન્ટેલીજન્સ ઇન્ફોર્મેશન શેર કરવા પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવાની જાહેરાત કરી.

કરાર મંજર થયા બાદ માર્કો રુબિયોએ કહ્યું હતું કે “બોલ હવે રશિયાના કોર્ટમાં છે. અમને આશા છે કે મોસ્કો આ પ્રસ્તાવનો સકારાત્મક પ્રતિસાદ આપશે જેથી આપણે કાયમી શાંતિ તરફ આગળ વધી શકીએ.”

રશિયાનું મૌન:
યુક્રેનએ મંજુર કરેલા યુદ્ધવિરામન કરાર પર રશિયાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. બીજી તરફ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે કુર્સ્ક પ્રદેશની મુલાકાત લીધી હતી. તાજેતરમાં આ પ્રદેશમાં રશિયન સેનાએ યુક્રેનિયન સેના પાસેથી 100 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર અને 12 વસાહતો ફરીથી કબજે કરી હતી.

Also read : રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! યુક્રેનનો મોટો નિર્ણય, જાણો અમેરિકાએ શું કહ્યું…

નિષ્ણાતોના મત મુજબ કે પુતિન આ કરાર સ્વીકારવામાં ઉતાવળ કરશે નહીં કારણ કે તેઓ રશિયાની લશ્કરી સફળતાઓનો વધુ લાભ લેવા માંગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button