ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

રશિયા-યુક્રેન યુદ્ધ જલ્દી સમાપ્ત થશે? પુતિને પહેલી વાર શાંતિ કરાર માટે તૈયારી બતાવી, જાણો શું કહ્યું

મોસ્કો: ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ શરુ કર્યું હતું, જેમાં બંને પક્ષે ભારે ખુંવારી થઇ છે. આ યુદ્ધને કારણે વૈશ્વિક વેપારને પણ મોટો ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય દબાણ છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધવિરામ માટે તૈયાર થઇ રહ્યા ન હતાં. હવે પહેલી વાર પુતિન નરમ પડ્યા હોય એવું લાગી રહ્યું છે. તેમણે સોમવારે જણાવ્યું હતું કે મોસ્કો યુક્રેન સાથે દ્વિપક્ષીય શાંતિ વાટાઘાટો (Putin ready to peace talk with Ukraine) માટે તૈયાર છે. તેમણે યુદ્ધવિરામની તૈયારી દર્શાવી છે.

નોંધનીય છે કે ઈસ્ટરના તહેવાર નિમિતે 30 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ બંને પક્ષો દ્વારા તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું ન હતું. યુક્રેને ઇસ્ટર પર પુતિનના યુદ્ધવિરામને વિશ્વાસઘાત ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે 30 કલાકમાં યુક્રેન પર લગભગ 3,000 હુમલા થયા હતા.

પુતિનનું નિવેદન:

પુતિને રશિયન સ્ટેટ ટેલિવિઝન સાથેની એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું, “ઇસ્ટર યુદ્ધવિરામ પછી લડાઈ ફરી શરૂ ગઈ થઈ છે, પણ અમે શાંતિ પહેલ માટે તૈયાર છીએ અને કિવ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ.”

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “જ્યારે રાષ્ટ્રપતિએ સિવિલિયન ટાર્ગેટ્સ પર હુમલો ન કરવાના મુદ્દા પર ચર્ચા કરવાની વાત કરી હતી, ત્યારે તેમનો અર્થ યુક્રેનિયન પક્ષ સાથે સીધી વાટાઘાટો અને પરામર્શ કરવાનો હતો. રશિયા ઉકેલ શોધવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કામ કરતુ રહેશે અને અમને આશા છે કે આ પ્રયાસો સફળ થશે.”

ટ્રમ્પના પ્રયાસ સફળ!

નોંધનીય છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઘણા સમયથી રશિયા પર શાંતિ કરાર માટે દબાણ કરી રહ્યું છે, એવામાં પુતિનની આ વાત મહત્વની છે. ટ્રમ્પ અને વિદેશ સચિવ માર્કો રુબિયોએ તાજેતરમાં કહ્યું હતું કે જો શાંતિ કરાર અંગે કોઈ પ્રગતિ નહીં થાય તો અમેરિકા વાટાઘાટોમાંથી ખસી શકે છે. જોકે, રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે, આશા છે કે બંને પક્ષો આ અઠવાડિયે કોઈ કરાર પર પહોંચી શકશે.

આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાના પ્રયાસો છોડી દેશે! માર્કો રુબિયોએ આપ્યું અલ્ટીમેટમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button