રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બન્યું: કિવ પર મિસાઈલ હુમલો, યુરોપિયન યુનિયનની બિલ્ડિંગ નિશાના પર, 14ના મોત

કિવ/મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ-સમજૂતીના બદલે દિવસે દિવસે યુદ્ધ વકરી રહ્યું છે, જેમાં કિવ પર રશિયાએ મોટો હુમલો કર્યો હોવાના સમાચાર છે. રશિયાએ કિવ પર કરેલા મિસાઈલ એટેકમાં યુરોપિયન યુનિયનની બિલ્ડિંગને નિશાન બનાવી છે, જેમાં મોટી જાનહાનિ થઈ છે. યુરોપિયન યુનિયનના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ હુમલાને વખોડી નાખ્યો છે, જ્યારે યુક્રેનની સાથે રહેવા જણાવ્યું હતું.
રશિયાએ યુક્રેનના પાટનગર કિવ સ્થિત યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળ પર હુમલો કર્યો છે. યુક્રેન કહ્યું છે કે રશિયાએ કિવ પર ભીષણ હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે. યુક્રેનના વિદેશ પ્રધાન આંદ્રેઈ સિબિહાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે રશિયાના હુમલામાં યુક્રેન સ્થિત યુરોપિયન યુનિયનની એક બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે કિવ પરના હુમલામાં 14 લોકો માર્યા ગયા છે, જેમાં ત્રણ બાળકનો સમાવેશ થયા છે. આ હુમલાની વૈશ્વિકસ્તરે ટીકા કરવાનું જરુરિયાત છે. યુક્રેનમાં યુરોપિયન સંઘના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ પણ હુમલાને સમર્થન આપ્યું છે અને લખ્યું છે યુક્રેન પરના સૌથી વિનાશક હુમલાથી રાતથી ડરેલો છું. રશિયા યુદ્ધનો અંત લાવવાનો વિકલ્પ પસંદ કરી રહ્યું નથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ દાવો કર્યો છે કે યુક્રેન પર એક જ રાતમાં 629 મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં અનેક લોકો માર્યા ગયા છે.
ચાર વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે બંને દેશ યુદ્ધ રોકવા તૈયાર નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુદ્ધને રોકવાના પ્રયાસ કર્યા છે. ગયા અઠવાડિયા દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલાસ્કામાં મળ્યા હતા, ત્યા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. જોકે, બંનેની બેઠકનું કોઈ પરિણામ આવ્યું નહોતું, તેથી આ યુદ્ધ હવે રોકાઈ એમ લાગતું નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી યુક્રેનના પશ્ચિમી વિસ્તારમાં 500થી વધુ મિસાઈલ અને ડ્રોનથી એટેક કરવામાં આવ્યો છે, જેમાં પહેલી વખત યુક્રેનના પશ્ચિમ વિસ્તારને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં એકનું મોત અને પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ હુમલામાં એક અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ કંપનીને નિશાન પણ બનાવાઈ હતી.
આપણ વાંચો: પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે, બુલેટ ટ્રેનથી લઈને એઆઈ સહિતના મુદ્દાઓ પર ફોક્સ