ટ્રમ્પના તમામ પ્રયાસો નિષ્ફળ? રશિયાએ કિવ પર ડ્રોન હુમલો કર્યો, એક વર્ષના બાળક સહિત 2નાં મોત

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું થયેલું યુદ્ધ શાંત નથી થઇ રહ્યું. યુદ્ધ વિરામ માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહેલા દરેક પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. એવામાં રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ભિષણ ડ્રોન હુમલો (Russia attack on Kyiv) કર્યો હતો, જેમાં એક વર્ષના બાળક સહીત બે લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં યુક્રેન સરકારની એક બિલ્ડીંગને પણ નુકશાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.
યુક્રેનિયન અધિકારીઓએ રવિવારે આપેલી માહિતી મુજબ રશિયન ડ્રોને સ્વ્યાટોશિન્સ્કી અને ડાર્નિત્સકી જિલ્લાના રહેણાંક વિસ્તાર પર હુમલો કર્યો હતો. અહેવાલ મુજબ રશિયન ડ્રોન હુમલા પછી કિવની કેબિનેટ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. જોકે, આ ધુમાડો ડ્રોન હુમલાને કારણે નીકળી રહ્યો હતો કે કે તે સ્પષ્ટ થયું નથી.
નોંધનીય છે કે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ અત્યાર સુધી યુક્રેનિયન રાજધાની કિવમાં આવેલી સરકારી ઇમારતોને નિશાન બનાવી નથી.
કિવ શહેરના વહીવટીતંત્રના વડાએ જણાવ્યું હતું કે મૃતકોમાં એક વર્ષનો બાળક પણ સમાવેશ થાય છે. 11 લોકો ઘાયલ થયા છે, જેમને સ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુક્રેન યુદ્ધ અટકાવવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે અલાસ્કામાં એક બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને તેમના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. જોકે, રશિયા અને યુક્રેન બંને પોતાની કેટલીક શરતો માનવા તૈયાર નથી.
આપણ વાંચો: માર્ક ઝુકરબર્ગે માંગી ડૉનાલ્ડ ટ્રમ્પની માફી, વીડિયો થયો વાયરલ