ઇન્ટરનેશનલ

Russia Ukraine War: રશિયન સેનામાં ફરજ બજાવતા ભારતના 12 નાગરિકોના મોત, 16 ગુમ

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં(Russia Ukraine War) સ્થાનિક નાગરિકો ઉપરાંત અન્ય દેશોના નાગરિકોના પણ મોત થયા છે. જેમાં હાલમાં જ ભારતન કેરળના ત્રિશૂરના રહેનાર બિનીલ બાબુના મોતના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જે મુદ્દે વિદેશ મંત્રાલયે દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને દુ:ખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત મંત્રાલયે તેમના પરિવાર અને સંવેદના વ્યક્ત કરીને આશ્વાસન આપ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ટે રશિયાના દૂતાવાસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. જેના પગલે મૃતક ભારતીય નાગરિકના નશ્વર દેહને ભારત લાવી શકાય.આ ઉપરાંત વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયા- યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી 12 ભારતીય નાગરિકોના મોત થયા છે. જ્યારે 16 નાગરિક ગુમ છે.

96 લોકો ભારત પરત ફર્યા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, સરકાર રશિયાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. તેમજ ઝડપથી બિનીલ બાબુના મૃતદેહને ભારતમાં લાવવામાં આવશે અને તેમના પરિવારને સોંપવામાં આવશે. જ્યારે અન્ય એક ભારતીયને પણ ઇજા થઇ છે. જેનો મોસ્કોમાં સારવાર ચાલી રહી છે. જેની સારવાર પૂર્ણ થયા બાદ તે ભારત ફરશે. આજ સુધી રશિયા સેનામાં ફરજ બજાવતા 126 ભારતીય નાગરિકોના કેસ સામે આવ્યા છે. જેમાંથી 96 લોકો ભારત પરત ફર્યા છે. તેમને રશિયાની સેનામાંથી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો : રશિયાના મિસાઇલ હુમલામાં 13 નાગરીકોના મોત, યુક્રેનનો વળતો જવાબ

ભારત આ લોકોની ઝડપી શોધખોળની માંગ કરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હવે રશિયાના સેનામાં 18 ભારતીયો રહ્યા છે. જેમાંથી 16 લોકો ગુમ છે. રશિયાએ તેમને ગુમ થયેલા લિસ્ટમાં મૂક્યા છે. ભારત આ લોકોની ઝડપી શોધખોળ અને સ્વદેશ પરત મોકલવાની માંગ કરી રહ્યું છે. જ્યારે રશિયાની સેનામાં ફરજ પર 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button