ઇન્ટરનેશનલ

માનો યા ના માનો: રશિયાના આકાશમાં દેખાયા ચાર ચંદ્ર, જુઓ વાયરલ વીડિયો

સેંટ પીટર્સબર્ગ, રશિયા: રશિયાના પ્રખ્યાત શહેર સેંટ પીટર્સબર્ગમાં તાજેતરમાં આકાશમાં એકસાથે 4 ચંદ્રો જોવા મળ્યાં છે, જેનાથી સ્થાનિક લોકો અને વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ અનોખી ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે, જેમાં ચંદ્રની આસપાસ ચાર ચમકતા ગોળા જોવા મળી રહ્યાં છે. આ ઘટના 1 ફેબ્રુઆરી 2026ની રાત્રે બની, જ્યારે તાપમાન માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસથી નીચું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો દોર શરૂ થયો છે.

ચાર ચંદ્રમા કેવી રીતે દેખાઈ શકે?

આ ઘટનાનું વૈજ્ઞાનિક કારણ ‘પેરાસેલેને’ અથવા ‘મૂન ડોગ’ છે. જે એક ઓપ્ટિકલ ભ્રમ છે. ચંદ્રની આભા હવામાં તરતી બરફની ક્રિસ્ટલ્સથી પ્રતિબિંબિત થઈને 22 ડિગ્રીએ વળે છે. સિરસ વાદળોમાં 6 કોણીય બરફ ક્રિસ્ટલ્સ પ્રિઝમની જેમ કાર્ય કરે છે અને નકલી ચંદ્રો એટલે કે મોક મૂન બનાવે છે. સામાન્ય રીતે બે નકલી ચંદ્રો દેખાય છે, પરંતુ અહીં વિશેષ હવામાનને કારણે ચાર દેખાયા, જે અત્યંત દુર્લભ છે. આ ઘટના પૂર્ણિમા સમયે વધુ સ્પષ્ટ થાય છે. એટલે કે આ ચાર ચંદ્ર દેખાય તે સત્ય નથી, પરંતુ એક પ્રકારની આભા છે.

આવું માત્ર પ્રકાશ અને બરફના કારણે જ શક્ય બન્યું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સેંટ પીટર્સબર્ગમાં અત્યંત વધારે ઠંડી પડી રહી છે, જેથી બરફ ક્રિસ્ટલ્સને મજબૂત બનાવી, જેથી આ દ્રશ્ય વધુ અસરકારક બન્યું છે. આકાશમાં ચાર ચંદ્રમા દેખાયા એટલે લોકોએ મોબાઇલ અને કેમેરામાં વીડિયો બનાવ્યા હતાં. જેને સોશિયલ મીડિયામાં શેર પણ કરી રહ્યાં છે. આ પ્રકૃતિની અનોખી સુંદરતા છે, જે ઠંડા વાતાવરણના કારણે દેખાય છે. લોકો તેને એલિયન અથવા અલૌકિક માને છે, પરંતુ વિજ્ઞાને કહ્યું કે, આવું માત્ર પ્રકાશ અને બરફના કારણે દેખાઈ રહ્યું છે. આ દુર્લભ ક્ષણોએ વિશ્વને આકાશના રહસ્યો યાદ કરાવ્યા છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button