રશિયાના મોસ્કોમાં શોપિંગ સેન્ટરમાં મોટો બ્લાસ્ટ, એક વ્યકિતનું મોત, ત્રણ ઘાયલ...
ઇન્ટરનેશનલ

રશિયાના મોસ્કોમાં શોપિંગ સેન્ટરમાં મોટો બ્લાસ્ટ, એક વ્યકિતનું મોત, ત્રણ ઘાયલ…

મોસ્કો : રશિયાના મોસ્કોમાં એક શોપિંગ સેન્ટરમાં મોટો બ્લાસ્ટ થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ બાદ ઈમરજ્ન્સી જાહેર કરવામાં આવી છે. રાહત અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી છે.

આ અંગે મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ રવિવારે મધ્ય મોસ્કોમાં એક મુખ્ય બિલ્ડિંગમાં થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

આ વિસ્ફોટ લુબ્યાન્કા સ્ક્વેર પર સ્થિત સેન્ટ્રલ ચિલ્ડ્રન્સ સ્ટોર શોપિંગ મોલના ત્રીજા માળે થયો હતો. આ સમયે શોપિંગ સેન્ટરમાં ઘણા લોકો હાજર હતા.

ઇમારતને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવી
મોસ્કોના આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે બે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહેરના મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે આ ઘટના કદાચ સાધનોમાં ટેકનિકલ ખામીને કારણે થઈ હશે.

આ વિસ્ફોટ બાદ ઇમારતને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવી હતી. રશિયાની તપાસ સમિતિએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો…રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બન્યું: યુક્રેને રશિયન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો!

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button