રશિયાએ ફરી એકવાર યુક્રેન પર કર્યો મોટો મિસાઈલ હુમલો; અનેક શહેરમાં મચાવી તબાહી, 3ના મોત...
ઇન્ટરનેશનલ

રશિયાએ ફરી એકવાર યુક્રેન પર કર્યો મોટો મિસાઈલ હુમલો; અનેક શહેરમાં મચાવી તબાહી, 3ના મોત…

કિવ, યુક્રેનઃ રશિયા અને યુક્રેન વચ્ચે ઘણાં લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યાં છે. અત્યારે ફરી એકવાર રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર 619 ડ્રોન અને લગભગ 50 બેલિસ્ટિક મિસાઇલો વડે મોટો હુમલો કર્યો છે.

આ હુમલામાં કુલ ત્રણ લોકોનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં છે. રશિયાએ યુક્રેનના વિવિધ પ્રદેશોને નિશાન બનાવીને મોટા પાયે મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનના અધિકારીઓ દ્વારા આ હુમલા અંગે જાણકારી આપવામાં આવી છે.

હુમલા અંગે શું બોલ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી?
હુમલાની વાત કરવામાં આવે તો રશિયાએ યુક્રેનના ડિનિપ્રોપેટ્રોવસ્ક, માયકોલાઈવ, ચેર્નિહિવ, ઝાપોરિજિયા, પોલ્ટાવા, કિવ, ઓડેસા, સુમી અને ખાર્કિવ સહિત નવ વિસ્તારોમાં હુલમો કર્યો હોવાની રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જાણકારી આપી છે.

વધુમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયા યુક્રેનના રહણાંક વિસ્તારોને ખાસ ટાર્કેટ કરી રહ્યું છે. આ યુદ્ધને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી અનેક પ્રયત્નો કરી રહ્યાં છે. ઝેલેન્સકી ડોનાલ્ડ ટ્ર્મ્પ અને નરેન્દ્ર મોદીને પણ આ યુદ્ધને રોકવા માટે રશિયાને વાત કરવા માટે કહી ચૂક્યાં છે.

રશિયાએ યુક્રેન 619 ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો
આજે રશિયાએ કરેલા હુમલા અંગે વધુમાં ઝેલેન્સકીનું કહેવું એવું છે કે, રશિયા યુક્રેનના નાગરિકોને ડરાવવા અને માળખાગત સુવિધાઓનો નાશ કરવા માટે ઇરાદાપૂર્વક આવા હુમલાઓ કરી રહ્યું છે. આ મામલે યુક્રેનની વાયુસેનાએ કહ્યું કે, રશિયાએ 619 ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો છે.

જેમાં 579 ડ્રોન, 8 મિસાઈલ અને 32 ક્રૂઝ મિસાઇલો વડે હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, યુક્રેની સેનાએ 552 ડ્રોન, બે બેલિસ્ટિક મિસાઇલ અને 29 ક્રુઝ મિસાઇલોને તોડી પાડી અને નિષ્ક્રિય કર્યા હતાં.

આ પણ વાંચો…ગાઝા યુદ્ધ: ઇઝરાયલની સેનાનું મોટું ઓપરેશન શરૂઃ લોકોને શહેર છોડવા આપી ચેતવણી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button