ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

શાંતિની ચર્ચા વચ્ચે રશિયાનો મિસાઇલ હુમલો; પાંચ બાળકો સહિત 14 લોકોના મોત…

કીવ: યુક્રેનમાં શાંતિના વાતવરણની સ્થાપનાની ચર્ચાની વચ્ચે રશિયાએ ડોબ્રોપીલિયા શહેર પર મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હતો. જેમાં પાંચ બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાના ઉદેશ્યો પર સવાલ ઉઠાવ્યા છે અને શાંતિ અને સુરક્ષા વધારવા માટે અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે વ્યૂહાત્મક ચર્ચાઓ પર ધ્યાન કરવાની વાત કરી છે.

Also read : ટેરિફ વોરઃ અમેરિકાના 15 લાખ ઘરોમાં છવાઈ શકે છે અંધાર પટ, જાણો શું છે કારણ

14 લોકોનાં મોત
પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારે રાત્રે રશિયન સેનાએ બેલિસ્ટિક મિસાઇલો, અનેક રોકેટ અને ડ્રોનથી હુમલો કર્યો હોવાના અહેવાલ છે. આ હુમલામાં આઠ બહુમાળી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી અને 30 જેટલા વાહનોનો નાશ થયો હતો. આ હુમલામાં પાંચ બાળકો સહિત 14 લોકોનાં મોત થયા છે અને 37 લોકો ઘાયલ થયા છે. યુક્રેનિયન મંત્રાલયે એમ પણ કહ્યું કે ખાર્કિવ ક્ષેત્રમાં થયેલા બીજા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે.

પુતિનનાં ઈરાદા નથી બદલાયા
શાંતિ મંત્રણા વચ્ચે રશિયન હુમલાઓ પર યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફેસબુક પર કહ્યું હતું કે, “આવા હુમલાઓ દર્શાવે છે કે રશિયાના ઉદ્દેશ્યો બદલાયા નથી. તેથી જીવનની સુરક્ષા માટે, આપણા હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા અને રશિયા સામે પ્રતિબંધો વધારવા માટે આપણા શ્રેષ્ઠ પ્રયાસો ચાલુ રાખવા મહત્વપૂર્ણ છે. પુતિનને યુદ્ધમાં નાણાં પૂરા પાડવામાં મદદ કરતી દરેક વસ્તુનો અંત લાવવો જોઈએ.”

Also read : અમેરિકા આ તારીખથી ભારત પર રેસીપ્રોકલ ટેરિફ લાદશે, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત…

શાંતિ ઇચ્છનાર સાથે ચર્ચા
અન્ય એક સોશિયલ મીડિયા હેન્ડલ પરની પોસ્ટમાં ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કરારો પર ચર્ચા કરી રહ્યા છે. “અમે એવા મધ્યસ્થીઓ સાથે કામ કરવાનું યથાવત રાખીએ છીએ જે શાંતિ ઇચ્છે છે, જેવી રીતે અમે ઇચ્છીએ છીએ. તેમજ જરૂરી પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button