ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

રશિયાના કામચટકામાં ભયકર ભૂકંપ, સુનામીનો સંભવિત ખતરો…

ટોકિયો: રશિયાના કામચટકા પ્રાયદ્વીપ નજીક ભયાનક ભૂંકપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.0 થી 8.8ની વચ્ચે માપવામાં આવી છે, જેના કારણે જાપાનના દરિયાકાંઠે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નુકસાનનો પ્રાથમિક અંદાજ લગાવી શકાય છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે ભૂકંપ બુધવારે સવારે સાડા આઠ વાગ્યા આસપાસ આવ્યો હતો. જેની પ્રારંભિક તીવ્રતા 8.0 નોંધાઈ હતી. જોકે, અમેરિકન ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS)એ આ ભૂકંપની તીવ્રતા 8.8 હોવાનો અંદાજ લગાડવામાં આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તે જાપાનના હોક્કાઈડો ટાપુથી લગભગ 250 કિલોમીટર દૂર સમુદ્રમાં આવ્યો હતો. આ ભૂંકપની અસર જાપાન અને રશિયા બંને દેશમાં નોંધાઈ હતી.

આ ભૂકંપ બાદ રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અલાસ્કામાં આવેલા નેશનલ સુનામી ચેતવણી કેન્દ્રે અલાસ્કાના એલેઉશિયન ટાપુઓના કેટલાક ભાગો માટે પણ સુનામીની ચેતવણી જારી કરી છે.

આ ઉપરાંત, અમેરિકાના પશ્ચિમી દરિયાકાંઠે આવેલા કેલિફોર્નિયા, ઓરેગન, વોશિંગ્ટન અને હવાઈ જેવા વિસ્તારોમાં નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. ટોક્યો યુનિવર્સિટીના ભૂકંપવિદ શિનઇચી સાકાઈએ જાપાનમાં પણ સુનામીનો ખતરાની સંભાવના વ્યક્ત કરી છે.

કામચટકા પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ ક્ષેત્રમાં આવેલું છે, જે વિશ્વના સૌથી વધુ ભૂકંપ-પ્રવૃત્ત વિસ્તારોમાંનું એક છે. આ પહેલાં જુલાઈમાં આ વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આવા પાંચ ભૂંકપ ત્યાં નોધવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1952માં કામચટકામાં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી હવાઈમાં 9 મીટર વધુ ઊંચી સુનામીની લહેરો ઉઠી હતી. જોકે, તે વખતે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ નોંધપાત્ર નુકસાન થયું હતું.

આ પણ વાંચો…આફ્રિકન દેશ નાઇજીરિયામાં બની મોટી દુર્ઘટના, બોટ પલટી જતા 25 લોકોના મોત!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button