જાસૂસીના આરોપસર રશિયાની મોટી કાર્યવાહીઃ 2 બ્રિટિશ ડિપ્લોમેટને દેશ છોડવાનો આદેશ…

મૉસ્કોઃ જાસૂસીના આરોપસર મૉસ્કોમાં આવેલા બ્રિટિશ દૂતાવાસમાં કામ કરતા બે બ્રિટિશ રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢવા જઇ રહ્યા છે, એમ રશિયાએ જણાવ્યું હતું. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી) એ સ્ટેટ એજન્સી આરઆઇએ નોવોસ્તીને દ્વારા ટાંકવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને રાજદ્વારીઓએ દેશમાં પ્રવેશવાની પરવાનગી માંગતી વખતે ખોટી વ્યક્તિગત માહિતી આપી હતી અને કથિત રીતે જાસૂસી ગતિવિધિઓમાં સામેલ હતા જેનાથી રશિયાની સુરક્ષા પર ખતરો ઉભો થયો છે. જોકે કોઇ પુરાવાઓ આપવામાં આવ્યા નથી.
Also read : અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલા મુદ્દે હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ આપ્યું આ મોટું નિવેદન
આરઆઈએ નોવોસ્તીના જણાવ્યા અનુસાર, રાજદ્વારીઓની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમને બે અઠવાડિયામાં રશિયા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. રશિયન વિદેશ મંત્રાલયે એક અલગ નિવેદનમાં કહ્યું કે તેણે બ્રિટિશ દૂતાવાસના એક અધિકારીને સમન્સ પાઠવ્યા છે.
તેમાં કહેવામાં આવ્યું હતું: “મોસ્કો રશિયન ક્ષેત્ર પર અઘોષિત બ્રિટિશ ગુપ્તચર અધિકારીઓની પ્રવૃત્તિઓને સહન કરશે નહીં.” બ્રિટિશ અધિકારીઓ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
Also read : અમેરિકામાં ફરી એક મંદિર પર હુમલોઃ ભારતવિરોધી નારા પણ દિવાલો પર લખાયા
ગયા વર્ષે એફએસબીએ સાત બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. સપ્ટેમ્બરમાં છ અને નવેમ્બરમાં એક રાજદ્ધારીની હકાલપટ્ટીની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે બ્રિટને આ પગલાંને ‘પાયાવિહોણા’ ગણાવ્યા હતા.