Top Newsઇન્ટરનેશનલ

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ શરૂ કરી પરમાણુ પરીક્ષણની તૈયારી…

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા દ્વારા પરમાણુ પરીક્ષણની તૈયારી કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનના આદેશ બાદ એજન્સીએ પરીક્ષણ માટેની તૈયારીઓ માટે કામગીરી કરી રહી છે.

રશિયા પરીક્ષણો માટે તૈયારીની દરખાસ્તો તૈયાર કરે

આ ઉપરાંત 5 નવેમ્બરના રોજ સુરક્ષા પરિષદની બેઠકમાં પુતિને વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, ગુપ્તચર સેવાઓ અને નાગરિક એજન્સીઓને સૂચના આપી હતી. જો અમેરિકા વ્યાપક પરીક્ષણ પ્રતિબંધ સંધિ હેઠળ પરમાણુ પરીક્ષણો પરના પ્રતિબંધનું પાલન નહીં કરે તો રશિયા પરીક્ષણો માટે તૈયારી કરી શકે તેવી શક્યતા અંગે દરખાસ્તો તૈયાર કરે.

નિર્દેશોને અમલમાં મૂકવા માટે સ્વીકાર

જયારે સમાચાર એજન્સીઓએ જણાવ્યું છે કે, રશિયન વિદેશ મંત્રાલયે 5 નવેમ્બરના રોજ સુરક્ષા પરિષદની બેઠકમાં રાષ્ટ્રપતિ પુતિન દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને અમલમાં મૂકવા માટે સ્વીકારી લીધો છે અને આ દિશામાં કામ ઝડપથી ચાલી રહ્યું છે. રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે કહ્યું, અમને હજુ સુધી સ્પષ્ટતા નથી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પરમાણુ પરીક્ષણો ફરી શરૂ કરવાની જાહેરાત કરી ત્યારે તેમનો અર્થ શું હતો.

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોથી પરમાણુ તણાવ વધ્યો

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોથી પરમાણુ તણાવ વધ્યો છે. જેમાં 30 ઓક્ટોબરના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીન જેવા અન્ય પરમાણુ સશસ્ત્ર દેશો પરીક્ષણો કરી રહ્યા છે. તેમ અમેરિકા સમાન ધોરણે પરીક્ષણ ફરી શરૂ કરશે.

રશિયા પારસ્પરિક પગલાં લેવા સ્વતંત્ર રહેશે

જયારે પુતિને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો અમેરિકા અથવા અન્ય કોઈ સહી કરનાર દેશ પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરશે તો જ રશિયા પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરશે. તેમણે કહ્યું, જો કોઈ દેશ સીટીબીટી મોરેટોરિયમનો ભંગ કરશે તો રશિયા પારસ્પરિક પગલાં લેવા સ્વતંત્ર રહેશે.

આ પણ વાંચો…યુક્રેને રશિયાના ઓઈલ ટર્મિનલ પર કર્યો મોટો ડ્રોન હુમલો; વિકરાળ આગ ફાટી નીકળી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button