Top Newsઇન્ટરનેશનલ

રશિયાએ યુક્રેન પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો, 16 લોકોના મોત…

કિવ:રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં યુદ્ધ વિરામની ચર્ચા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તુર્ક્રીયે ગયા છે. ત્યારે રશિયાએ યુક્રેન પર ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે. જેમાં 16 લોકો માર્યા ગયા છે. ગૃહમંત્રી ઇહોર ક્લિમેન્કોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ યુક્રેનિયન શહેર ટેર્નોપિલમાં રાત્રે બે નવ માળના એપાર્ટમેન્ટ બ્લોક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 16 બાળકો સહિત 66 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

નાગરિકો પર અમાનવીય હુમલો

યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયાએ રાતોરાત ડ્રોન હુમલાઓ અને વિવિધ પ્રકારના 48 મિસાઇલો ફેંકી હતી. ઝેલેન્સકીએ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર લખ્યું હતું કે, આ નાગરિકો પર અમાનવીય હુમલો છે. ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર વધુ આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાના પ્રયાસોના ભાગ રૂપે તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે મુલાકાત કરશે.

ખાર્કિવમાં રશિયાનો ડ્રોન હુમલો

આ ઉપરાંત યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ઉત્તરપૂર્વીય ખાર્કિવમાં રશિયાના ડ્રોન હુમલામાં 46 લોકો ઘાયલ થયા હતા. ખાર્કિવ પ્રાદેશિક લશ્કરી વહીવટના વડા ઓલેહ સિનિહુબોવે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ડ્રોન હુમલાઓમાં 16 રહેણાંક ઇમારતો, એક એમ્બ્યુલન્સ સ્ટેશન, એક શાળા અને અન્ય નાગરિક માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા.

યુક્રેને મંગળવારે રશિયા પર મિસાઈલો દાગી

આ દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે યુક્રેને મંગળવારે રશિયન શહેર વોરોનેઝ પર ચાર યુએસ-નિર્મિત ATACMS મિસાઇલો દાગી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે ચારેય મિસાઇલો નાશ પામી હતી, પરંતુ કાટમાળથી એક અનાથાશ્રમ અને એક નર્સિંગ હોમને નુકસાન થયું હતું. મંત્રાલયે કોઈ જાનહાનિનો અહેવાલ આપ્યો નથી.

યુએસના આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રયાસો નિષ્ફળ

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મંગળવારે કહ્યું હતું કે તેઓ રશિયા સાથે લગભગ ચાર વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટોને વેગ આપવાના પ્રયાસોના ભાગ રૂપે આ અઠવાડિયે તુર્કીયેની મુલાકાત લેશે. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે કોઈ રશિયન પ્રતિનિધિમંડળ હાજરી આપશે નહીં. તુર્કીયેએ આ વર્ષની શરૂઆતમાં યુક્રેન અને રશિયા વચ્ચે વાટાઘાટોનું આયોજન કર્યું હતું, જોકે ઇસ્તંબુલમાં થયેલી વાટાઘાટોમાં યુદ્ધ કેદીઓના વિનિમય પર માત્ર થોડી પ્રગતિ થઈ હતી. આ દરમિયાન, યુએસના આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રયાસો નિષ્ફળ ગયા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button