ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

રશિયાનો યુક્રેન પર સૌથી મોટો હુમલોઃ 550 ડ્રોન-મિસાઈલથી હુમલો, 23 લોકો ઘાયલ

મોસ્કો/કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ઘણાં લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે ચાલતા યુદ્ધને 3 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આનો અંત આવતો નથી. બન્ને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યાં છે. આજે ફરી રશિયાએ યુક્રેન પર એક મોટો ઘાતક હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવ પર રશિયા અત્યારે સૌથી મોટો હુમલો કર્યો છે. હુમલાના કારણે કુલ 23 લોકો ઘાયલ થયા છે, જ્યારે રાજધાની કિવના અનેક જિલ્લામાં મોટું નુકસાન થયું હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે.

રશિયાએ યુક્રેન પર 550 ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો

યુક્રેન નાનો દેશ હોવા છતાં પણ રશિયાને ટક્કર આપી રહ્યો છે. રશિયન વાયુસેનાએ મોડી રાત્રે યુક્રેન પર 550 ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં શાહિદ ડ્રોન સાથે 11 જેટલી મિસાઇલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુક્રેનની રાજધાનીમાં આખી રાત ડ્રોન, મિસાઇલ અને ગોળીઓનો અવાજ સાંભળવા મળ્યો હતો.

રશિયાના 270 ડ્રોનને નષ્ટ કરવાનો યુક્રેનનો દાવો

રશિયા દ્વારા ખાસ કરીને યુક્રેનની રાજધાનની કિવને જ ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનની સેના દ્વારા એવા દાવો કરવામાં આવ્યો છે કે, યુક્રેનની વાયુસેનાએ રશિયાની મિસાઇલો સહિત 270 ડ્રોનને નષ્ટ કરી દીધા હતા. આ હુમલા 23 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ટ્રમ્પ સાથે વાતચીત કર્યા બાદ પુતિને યુક્રેન પર હુમલો કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીત થઈ તેના કેટલાક કલાકો પછી જ રશિયાએ યુક્રેન પર હુલમો કર્યો હતો. રશિયાએ કરેલા હુમલામાં 9 મિસાઇલ અને 63 ડ્રોન દ્વારા કુલ 8 જગ્યાના ટાર્ગેટને ધ્વસ્ત કરી દીધા છે. જ્યારે યુક્રેન દ્વારા કેટલાક ડ્રોનને તોડી પાડવામાં આવ્યાં હતા તેનો કાટમાળ 33 સ્થળ પર પડ્યો હતો. રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલામાં સૌથી મોટો હુમલો છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં રશિયાને મોટો ફટકો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં રશિયાને મોટો ફટકો પડ્યો છે. યુક્રેનિયન સરહદ નજીક કુર્સ્ક ક્ષેત્રમાં રશિયાના એક ટોચના જનરલનું મોત થયું છે. રશિયન નૌકાદળના ડેપ્યુટી ચીફ મેજર જનરલ મિખાઇલ ગુડકોવનું યુક્રેનના સુમી પ્રદેશની સરહદે આવેલા પશ્ચિમ કુર્સ્ક ક્ષેત્રમાં મોત થયું છે.

રશિયા પાસે યુક્રેન કરતા વધારે સૈન્યબળ હોવા છતાં પણ યુક્રેન રશિયાને હંફાવી રહ્યું છે. આ યુદ્ધ હજી કેટલા સમય સુધી ચાલશે તેનું કોઈ જ નક્કી નથી? રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અન્ય દેશોને પણ નુકસાન થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button