તો શું સાઉદી મોડેલ ખોટું બોલી? ઇસ્લામિક દેશ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ નથી લઇ રહ્યો

હાલમાં જેવા સમાચાર આવ્યા હતા કે સાઉદી અરબને મોડેલ રૂમી અલકાહતાની મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. મિસ સાઉદી અરેબિયા રૂમી અલકાહતાનીએ ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનારી તેના દેશની પ્રથમ મહિલા હશે.
હરીફાઈમાં તેના ભાગ લેવાની જાહેરાત કર્યાના એક અઠવાડિયા બાદ હવે મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને આ વર્ષે સાઉદી અરેબિયાની સહભાગીતાને નકારી કાઢી છે.

મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું છે કે સાઉદી અરેબિયન મોડલ રૂમી અલકાહતાની આ વર્ષની સ્પર્ધામાં ભાગ લઈ રહી નથી. મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનની આ સ્પષ્ટતા બાદ પણ રૂમી અલકાહતાનીને સોશિયલ મીડિયા પરથી તેની પોસ્ટ હટાવી નથી.

મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનનું આ નિવેદન ગયા અઠવાડિયે મિસ સાઉદી અરેબિયા રૂમીના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ આવ્યું છે.

રૂમી અલકાહતાનીએ જાહેરાત કરી હતી કે તે મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે અને તે આ સ્પર્ધામાં ભાગ લેનારી સાઉદી અરેબિયા ની પ્રથમ મહિલા બનશે નોંધનીય છે કે મિસ યુનિવર્સ સ્પર્ધા આ વર્ષે સપ્ટેમ્બર 2026 માં મેક્સિકોમાં યોજવાની છે