મુક્ત થયેલી 4 ઇઝરાયેલી મહિલાઓએ હમાસનો આભાર માન્યો; જાણો કેમ
તેવ અવિવ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝા યુદ્ધ વિરામ અંગે કરાર કરવામાં (Israel-Hamas ceasefire) આવ્યા છે. કરાર મુજબ બંને તરફથી બંધકોને છોડવામાં આવી રહ્યા છે. હમાસની આર્મ્સ વિંગ અલ કાસમ બ્રિગેડે શનિવારે ચાર ઇઝરાયલી મહિલા બંધકોને મુક્ત કરી હતી. એક જાહેર ઇવેન્ટમાં ચારેય મહિલા કેદીઓને રેડક્રોસને સોંપવામાં આવી હતી. આ દરમિયાનના વિડીયોમાં ચારેલ મહિલા કેદીઓ ખુબ જ ખુશ દેખાઈ રહી છે અને તેમનું સ્વસ્થ પણ સારું દેખાઈ રહ્યું છે. ચારેય મહિલા કેદીઓ સારા વ્યવહાર અને દેખરેખ માટે હમાસનો આભાર પણ (Released Israeli women thanks Hamas) માન્યો હતો.
વિડીયોમાં મહિલાઓ શું બોલી:
X પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં દેખાય છે કે ચારેય મહિલા સૈનિકોઓ એક કારની અંદર બેઠી છે અને અરબી ભાષામાં વાત કરી રહી છે. મહિલા સૈનિકોએ અલ-કાસમ બ્રિગેડ (Al Qassam Brigade) તરફથી સારા વર્તન અને ઈઝરાયેલી એર સ્ટ્રાઈકથી તેમને બચાવવા પ્રશંસા કરી.
એકે મહિલા સૈનિકે કહ્યું કે, “સલામ અલયકુમ, શાંતિ બની રહે. સારા વર્તન માટે અલ-કાસમ બ્રિગેડનો આભાર,” બીજી મહિલા સૈનિકે કહ્યું, “ફૂડ, ડ્રીંક અને કપડાં માટે આભાર”.
ત્રીજી મહિલાએ કહ્યું, “જે યુવાનોએ અમારી સંભાળ રાખી અને (ઇઝરાયેલના) બોમ્બ વિસ્ફોટથી અમને બચાવ્યા તેમનો આભાર.”
ચોથી મહિલા સૈનિકે કહ્યું, “આજે દિવસ ખુશીનો દિવસ છે, બેસ્ટ દિવસ, અને અમે એકદમ સ્વસ્થ છીએ.” અંતે, ચારેય મહિલાઓ હસતા ચહેરે કહે છે, “આજે 25 જાન્યુઆરી, 2025 છે”. આ ફૂટેજ પ્રત્યાર્પણ પહેલા ગાઝા કિનારા પાસે શૂટ કરવામાં આવી હતી.
7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલા દરમિયાન ચાર ઇઝરાયલી મહિલાઓને સૈનિકોને હમાસે બંધક બનાવી હતી.
ઇઝરાયેલમાં ખુશીની માહોલ:
ચારેય મહિલાઓ હવે ઇઝરાયલ પરત ફરી છે. ઇઝરાયેલના પાટનગર તેલ અવીવમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ઈઝરાયેલી સેનાએ મહિલાઓના તેમના પરિવારો સાથે મળી રહી હોવાના કેટલાક વીડિયો અને ફોટો શેર કર્યા છે. મહિલાઓને પ્રારંભિક તબીબી તપાસ કરવામાં આવી છે – બેઇલિન્સન હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું હતું કે તમામ મહિલાઓ સ્થિર હાલતમાં છે.
ઈઝરાયેલ બંધકો પર ટોર્ચર કરી રહ્યું છે:
ચાર સૈનિકોના બદલામાં શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.
ડિસેમ્બર 2023 માં ઇઝરાયલી સેના દ્વારા યાસ્મીનની ધરપકડ કરવામાં આવી હતી અને હમાસ અને ઇઝરાયલ વચ્ચે કરાર હેઠળ 19 જાન્યુઆરીએ તેને મુક્ત કરવામાં આવી હતી.
ઇઝરાયલી સેનાએ બેથલેહેમની 26 વર્ષીય યાસ્મીનની ચાર વખત ધરપકડ કરી છે, અને યાસ્મીને તેના જીવનના ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યા છે.
યાસ્મીને આપવીતી જણાવી:
યાસ્મીને મીડિયા ચેનલને કહ્યું, “મારી પહેલી ધરપકડ ત્યારે થઈ હતી જ્યારે હું ફક્ત 16 વર્ષની હતી,હું તે સમયે ખૂબ જ ડરી ગઈ હતી, ખરું કહું તો ઇઝરાયલી જેલોમાં જીવન જેવું કંઈ નહોતું. જેલ વહીવટીતંત્રે અમને અમારા સૌથી મૂળભૂત માનવ અધિકારોથી વંચિત રાખ્યા હતા. પૂરતો ખોરાક નહોતો, સ્વચ્છ પાણી નહોતું, અમને ક્યારેય કોઈ પર્સનલ હાઈજીનની વસ્તુઓ ન આપી. અમે ખૂબ જ કઠોર પરિસ્થિતિઓમાં રહેતા હતા, જે 7 ઓક્ટોબર, 2023 પછી હાલત વધુ ખરાબ થઈ ગઈ.”
ગાઝામાં નરસંહાર:
15 મહિનાથી વધુ સમય સુધી હુમલા કરીને ઈઝરાયેલી 47,000 થી પેલેસ્ટીનીયનોને મારી નાખ્યા છે, 11,000 વધુ લોકો હજુ ગુમ છે, અને ગાઝાના શહેરો અને ગામડાઓ બરબાદ થઇ ગયા છે. ગાઝા પટ્ટીમાં બે તૃતીયાંશ ઇમારતોને નુકસાન થયું છે અથવા નાશ પામ્યા છે. હજારો વિસ્થાપિત પેલેસ્ટિનિયનો પાછા ફર્યા છે અને તેમના ઘરો કાટમાળમાં દટાયેલા જોવા મળ્યા છે.
બેન્જામિન નેતન્યાહૂ સામે અરેસ્ટ વોરંટ:
ઇન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ(ICC) એ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ પર ગાઝામાં વોર ક્રાઈમ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે.
ઇઝરાયલ પર ઇન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટીસ(ICJ)માં નરસંહાર (genocide)નો કેસ પણ ચાલી રહ્યો છે.