ઇન્ટરનેશનલ

Los Angeles Wildfires: અમેરિકા પણ વિકરાળ આગ પર કાબુ કેમ ના મેળવી શક્યું? આ કારણો રહ્યા જLos Angeles Wildfires: અમેરિકા પણ વિકરાળ આગ પર કાબુ કેમ ના મેળવી શક્યું? આ કારણો રહ્યા જવાબદાર

લોસ એન્જલસ: યુએસના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરના કેટલાક વિસ્તારોમાં લાગેલી વિકરાળ આગ એક અઠવાડિયાથી સતત ભભૂકી (Los Angeles Wildfires) રહી છે, આગને કરણે 24 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લાખો લોકોને ઘર છોડીને વિસ્થાપિત થવાની ફરજ પડી છે તથા 40,000 એકરથી વધુના વિસ્તારમાં બધું બળીને રાખ થઇ ગયું છે. આગને ઓલવવા ધરખમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં આગ માત્ર આંશિક રીતે જ કાબુમાં આવી છે.

મંગળવારે પવનની ગતિ ધીમી પડતા લોસ એન્જલસના બે વિસ્તારો લાગેલી આગને કાબુમાં પ્રયાસ કરી રહેલા ફાયરફાયટર્સને થોડી રાહત મળી હતી. રાષ્ટ્રીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે લોસ એન્જલસમાં બુધવારે જંગલની આગને વધુ ભડકાવતા સૂકા પવનો ધીમા પડ્યા છે અને ગુરુવારે બપોરે દિશા બદલવાની આગાહી કરવામાં આવી હતી.

Also read: Los Angeles wildfires: 40 હજાર એકરમાં આગથી તબાહી, 13 લાખ કરોડથી વધુનુ નુકશાન…

કેલિફોર્નિયાને વધુ ફેડરલ ગ્રાન્ટ:
કેલિફોર્નિયાના ગવર્નર ઓફિસે બુધવારે જાહેરાત કરી કે માળખાગત સુવિધાઓના સમારકામમાં મદદ કરવા માટે લોસ એન્જલસને વધુ ફેડરલ ભંડોળ આપવામાં આવશે.

reasons-us-authorities-could-not-extinguish-los-angeles-wildfires

નિવેદનમાં જણાવાયું છે કે ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી ગ્રાન્ટ કાટમાળ દૂર કરવામાં, તેમજ રસ્તાઓ અને પુલો, જાહેર સુવિધાઓ અને આગથી નુકસાન પામેલા અન્ય જાહેર બાંધકામ પ્રોજેક્ટ્સના પુનઃનિર્માણમાં મદદ કરશે.

લોસ એન્જલસ કાઉન્ટીમાં હાલ વિસ્તારોમાં આગ ભભૂકી રહી છે:

1. પેલિસેડ્સ આગ, જે ‎23,713 એકરમાં ફેલાઈ ગઈ છે અને 19% કાબુમાં આવી ગઈ છે.
2. ઇટન આગ, જે 14,117 એકરમાં ફેલાઈ ગઈ છે અને 45% કાબુ આવી ગઈ છે.
3. હર્સ્ટ આગ, જે 799 એકરમાં ફેલાઈ ગઈ છે અને 97% નિયંત્રણમાં આવી ગઈ છે.
4. લિટલ માઉન્ટેન આગ, જે 34 એકરમાં ફેલાઈ ગઈ છે, જેના પર કાબુ નથી મેળવી શકાયો.
5. ઓટો આગ, જે 61 એકરમાં ફેલાઈ ગઈ છે અને 85% કાબુમાં આવી ગઈ છે.

એડવાન્સ ટેકનોલોજી અને મજબુત માળખાગત સુવિધા ધરાવતા અમેરિકાની સંસ્થાઓ પણ આગ પર કાબુ નથી મેળવી શકી, જેના પાછળ ઘણા કારણો જવાબદાર છે.

પાણીનું ઓછું દબાણ:
ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓછા પાણીના દબાણને કારણે, જંગલની આગ બુજાવવાના પ્રયાસો નબળા સાબિત થઇ રહ્યા છે. આનું કારણ એ છે કે લોસ એન્જલસની પાણી વિતરણ વ્યવસ્થા નાના વિસ્તારમાં થોડા સમય માટે લાગતી આગને બુજાવવામાં માટે જ રચાયેલી, જે મોટા પાયે, લાંબા સમય સુધી ચાલતી આગ સામે લડવા અસક્ષમ રહી.

8 જાન્યુઆરીના રોજ, જંગલમાં આગ શરૂ થયાના એક દિવસ પછી, લોસ એન્જલસ ડિપાર્ટમેન્ટ ઓફ વોટર એન્ડ પાવરના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, “સતત 15 કલાક સુધી પાણીની સામાન્ય માંગ કરતાં ચાર ગણી વધુ માંગ ઉભી થઇ છે, જેના કારણે પાણીનું દબાણ ઘટી ગયું છે.” ઊંચાઈવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી દબાણ સાથે પહોંચી રહ્યું હતું, પરંતુ પેલિસેડ્સ હાઇલેન્ડ્સ જેવા પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં તકલીફ પડી રહી છે.

reasons-us-authorities-could-not-extinguish-los-angeles-wildfires

શહેરનો વિસ્તાર:
યેલ સ્કૂલ ઓફ ધ એન્વાયર્નમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે જંગલની આગ વિનાશક બની કારણ કે લોકો એવા જંગલ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે, જ્યાં કુદરતી રીતે આગ લાગવાની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં વૃક્ષો સુકાઈ જાય છે, આવી જાગ્યોએ જ્વલનશીલ ઇંધણનો ઉપયોગ થાય છે. લોસ એન્જલસ શહેર જંગલ વિસ્તારમાં વિસ્તરી રહ્યું છે, જેના કારણે આગ લાગવાનું અને આગથી થતા નુકસાનનું જોખમ વધી રહ્યું છે.

ભારે પવન:
સાન્ટા એના પવનોને કારણે આગ ઝડપથી ફેલાઈ છે, જેના કારણે અગ્નિશામકોને આગ કાબુમાં લેવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ગયા અઠવાડિયે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. આ ગરમ અને સૂકા પવનોને કારણે ઝાડના પાન ઝડપથી સુકાઈ જાય છે, જેના કારણે જંગલ આગ લાગવાની શક્યતા વધી રહી છે.


Follow us:


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button