“રાવલપિંડી સ્ટેડિયમમાં આકાશી વીજળી પડી છે” વાયરલ વીડિયોએ ખોલી નાખી પાકિસ્તાનની પોલ

રાવલપિંડી: ભારત અને પાકિસ્તાનનાં સંબંધો હાલ તણાવભર્યા છે અને ભારતે લાહોર સહિત કુલ 10 પાકિસ્તાની શહેરોમાં ડ્રોન હુમલા કર્યા છે. જેમાં રાવલપિંડીનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમમાં પણ ભારે નુકસાન થયું છે.
સ્થાનિક ટેલેવિઝન ચેનલનાં અહેવાલ મુજબ, આ હુમલામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે એક વાયરલ વીડિયોએ પાકિસ્તાની સરકારની પોલ ખોલી નાખી છે, જેમાં પોલીસ કહી રહી છે કે અહી હુમલો નથી થયો પરંતુ વીજળી પડી છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: રશિયાના ડ્રોન હુમલાથી યુક્રેનમાં તબાહીઃ પરમાણુ પ્લાન્ટ પર હુમલાનો ઝેલેન્સકીનો દાવો
આકાશી વીજળી પડી છે
આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાન સરકારની નિષ્ફળતા અને દંભની પોલ છતી થઈ ગઈ છે. જે સ્ટેડિયમ પર ભારતે ડ્રોન હુમલો કર્યો હતો ત્યાં એક વ્યક્તિ પસાર થયો હતો અને તેમણે કહ્યું હતું કે પોલીસ કહી રહી છે કે અહી કોઇ હુમલો નથી થયો, અહી આકાશી વીજળી પડી છે.
આ લોકોને શરમ નથી આવતી ખોટું બોલતા. લોકોમાં ભય છે અને લોકો તેમના બાળકોને લેવા આવી રહ્યા છે, પંજાબ પોલીસ અને આર્મીનો કાફલો ઉભો છે અને તેમ છતાં તેઓ કહી રહ્યા છે કે વીજળી પડી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સબંધો પહલગામ હુમલા બાદ બગડી રહ્યા છે અને ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળનાં કાશ્મીરમાં આતંકી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ પણ પાકિસ્તાન તેમની નાપાક હરકતોથી ઊંચું નથી આવી રહ્યું અને સરહદ પર સિઝફાયરનાં ઉલ્લંઘન બાદ હવે ભારતનાં 15 જેટલા સ્થળોને નિશાન બનાવે તે પૂર્વે જ તેના પ્લાન પર ભારતે પાણી ફેરવી દીધું હતું અને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
આપણ વાંચો: Hezbollahના ડ્રોન હુમલામાં ઇઝરાયલના 4 સૈનિકોના મોત અને 67 ઘાયલ, ઇઝરાયલે આપી મોટી ચેતવણી
આજે રાતે હતી મેચ
મળતી વિગતો અનુસાર રાવલપિંડી સ્ટેડિયમમાં આજે રાત્રે 8 વાગ્યે પાકિસ્તાન સુપર લીગ મેચ રમવાની હતી. આ મેચમાં પેશાવર અને કરાચીની ટીમો આમને-સામને છે પરંતુ આ હુમલાથી થયેલી તબાહી બાદ હવે આ મેચ પર સંકટના વાદળો છવાઈ ગયા છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) ની બાકીની મેચો કરાચી ખસેડવામાં આવી હોવાના સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે રાવલપિંડી અને લાહોર ઉપરાંત, ભારતીય સેનાએ ગુજરાંવાલા, ચકવાલ, બહાવલપુર, મિયાંવાલી, કરાચી, ચોર, મિયાંઓ અને અટોકમાં પણ ડ્રોન હુમલા કર્યા હતા.
પાકિસ્તાન સરકારે ભારતીય ડ્રોન હુમલાનો સ્વીકાર કર્યો છે પરંતુ રાવલપિંડી સ્ટેડિયમનો નાશ થયો હોવાનો ઇનકાર કર્યો છે. ત્યારબાદ ત્યાંના લોકોએ હુમલા બાદ નાશ પામેલા સ્ટેડિયમની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી, જેનાથી સરકારના દાવાનો પર્દાફાશ થયો જ નહીં પરંતુ તેમની પોતાની સરકારનો દંભ પણ ખુલ્લો પડી ગયો હતો.