ટ્રમ્પની ટેરિફની ધમકી બાદ ડ્રેગનનો વળતો જવાબ: અમેરિકાની મુશ્કેલીઓ વધશે?

બીજિંગઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મામલે વિશ્વભરમાં વિવાદ છેડાયો છે. ભારતને ટેરિફ બાબતે ધમકીઓ આપ્યા બાદ અમેરિકાએ ચીન પર પણ વધારે ટેરિફની જાહેરાત કરી હતી. જોકે, ચીને ટેરિફ મામલે અમેરિકાને વળતો જવાબ આપી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવી ધમકી આપી છે કે, અમેરિકા હવે ચીન સાથે ખાદ્ય તેલનો વેપાર બંધ કરવાનો વિચાર કરી રહી છે. ચીન અને અમેરિકા વચ્ચે અનેક વસ્તુઓનો બહોળા પ્રમાણમાં વેપાર થતો આવ્યો છે, પરંતુ હવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.
હવે ચીન સાથે ખાદ્ય તેલનો વેપાર બંધ કર્યો
ટ્રમ્પની ધમકી બાદ ચીને કહ્યું કે, ટ્રેડ વોરથી કોઈ વિજેતા બન્યું નથી. એટલું જ નહીં પરંતુ વેપાર સંબંધે કોઈ પણ દેશ વચ્ચે મતભેદ થાય તે કોઈ માટે હિતાવહ નથી. ચીને પહેલા અમેરિકા પાસેથી સોયાબીન ખરીદવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ટ્રમ્પે અમેરિકી વસ્તુઓ પર વધારે ટેરિફ લગાવ્યો તેના કારણે સોયાબીન વધુ મોંઘા થયા હોવાથી ચીને હવે દક્ષિણ અમેરિકાથી સોયાબીનની ખરીદી શરૂ કરી છે. આના કારણે અમેરિકાના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહત્વની વાત એ છે કે, ચીને સોયાબીન ખરીદવાનું બંધ કર્યું તો અમેરિકાએ ખાદ્ય તેલનો વેપાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર કકડભૂસ, ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણયનો બચાવ કરીને વ્યક્ત કર્યો આ આશાવાદ…
નિકાસ બંધ થતા અમેરિકન ખેડૂતોને મોટું નુકસાન
આ ટ્રેડ વોર મામલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, ‘બન્ને પક્ષો (દેશો)એ સમાનતા, સન્માન અને પરસ્પર લાભને જોઈને આ મામલે નિરાકરણ લાવવું જોઈએ. ચીન-અમેરિકા આર્થિક અને વેપાર મુદ્દાઓ પર ચીનનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે’. ચીને અમેરિકન સોયાબીનનું સૌથી મોટું ખરીદાર રહ્યું છે, પરંતુ ટેરિફ બાદ વેપાર બંધ થઈ ગયો છે.
આ પણ વાંચો : ચાઇનીઝ આયાતમાં દસ ટકાનો વધારો: ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાની ચાંપતી નજર…
ટ્રે઼ડ વોર વિશ્વ માટે જોખમ પેદા કરી શકે છે
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જવાબ આપતા કહ્યું કે, સોયાબીન અને અન્ય આયાત પર ચીનના પ્રતિબંધો યુનાઇટેડ સ્ટેટ્સ પર સીધો આર્થિક હુમલો’. જેથી અમેરિકાએ ચીન સાથે ખાદ્ય તેલ અને અન્ય વેપાર પર બંધ કરવાનો નિર્ણય કરીને ચીનને વળતો જવાબ આપ્યો છે. ચીન અને અમેરિકા બન્ને મહાસત્તામાં છે અને આર્થિક વેપારની દ્રષ્ટ્રીએ પણ સમૃદ્ધ દેશો છે. તેવામાં આ ટ્રેડ વોર વિશ્વ માટે ખતરો બની શકે તેવું પણ નિષ્ણાતો માની રહ્યાં છે. ચીને પણ વેપાર માટે પોતાની નીતિઓ સ્પષ્ટ કરી દીધી છે.
ચીનથી નારાજ ડ્રમ્પે 100 ટેરિફની જાહેરાત કરી
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું એવું પણ છે કે, વિશ્વ શાંતિ માટે દુર્લભ પૃથ્વી ખનિજોનું નિયંત્રણ જરૂરી છે. ચીને દુર્લભ પૃથ્વી ખનિજોના નિકાસ પર નિયમો વધારે કડક કર્યા તેના કારણે ડોનાલ્ડ ટ્ર્મ્પે નારાજ થઈને ચીને પર 100 ટકા ટેરિફ લગાવી દેવાની જાહેરાત કરી દીધી હતી. ચીન માને છે કે, વિશ્વ શાંતિ માટે આ નિર્ણયો લેવા અતિ મહત્વપૂર્ણ છે. હવે જોવાનું એ છે કે, ચીન અને અમેરિકામાંથી કોણ નમતી આપે છે? બન્ને દેશો વેપાર માટે કોઈ બાંધછોડ કરવા માટે તૈયાર નથી.