Ram Mandirના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જ અમેરિકામાં ઉજવણી શરૂ
અયોધ્યાઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્ઉઆરીએ યોજાઇ રહ્યો છે. આ મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી અંગત રીતે દરેક બાબતમાં રસ લઇ રહ્યા છે, એવા સમયે વિદેશમાંથી એવા સમાચાર જાણવા મળ્યા છે જે તમારી ખુશીમાં જરૂરથી વધારો કરશે.
સમગ્ર વિશ્વ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં દેશ સાથે જોડાઈ રહ્યું છે. અમેરિકામાં રામ ભક્તો અનેક કાર અને બાઇક રેલીઓ કાઢી ચૂક્યા છે. આ સિવાય અમેરિકાના ન્યૂયોર્ક સિટીના લોકપ્રિય ટાઈમ્સ સ્ક્વેર ખાતે 22 જાન્યુઆરીએ તેનું લાઈવ ટેલિકાસ્ટ થવાના અહેવાલો છે. દરમિયાન એવી માહિતી મળી છે કે વિશ્વ હિન્દુ પરિષદના અમેરિકન યુનિટે 10 રાજ્યોમાં બિલબોર્ડ પણ લગાવ્યા છે.
જે રાજ્યોમાં આ બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે તેમાં ટેક્સાસ, ઇલિનોઇસ, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને જ્યોર્જિયાનો સમાવેશ થાય છે. આ સિવાય એરિઝોના અને મિઝોરીમાં 15 જાન્યુઆરીથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.
ભારતીય-અમેરિકનો આ ઈવેન્ટને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને અમેરિકામાં અનેક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે. ન્યૂ જર્સીમાં હિન્દુ સમુદાય સક્રિયપણે કાર રેલી અને મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
દુનિયાભરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને અલગ-અલગ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બ્રિટન, કેનેડા અને યુકેમા ંરહેતા ભારતીયોએ પણ ભગવાન શ્રી રામના અભિષેકની તૈયારીઓ કરી છે. અનેક ભારતીયોએ તો આ ઐતિહાસિક પ્રસંગને માણવા માટે ભારત આવવાની ટિકિટ પણ બુક કરાવી લીધી છે. ભારતના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટેની પ્રાર્થનામાં ભાગ લેવા માટે મોરેશિયસ સરકારે 22મી જાન્યુઆરી 2024ના રોજ હિન્દુ ધર્મના અધિકારીઓને બે કલાકનો વિરામ આપ્યો છે. દરમિયાનમાં એવી માહિતી મળી છે કે રામલલ્લાના જીવન અભિષેક માટે 84 સેકન્ડનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમય 22 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે.