ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાના ટેક્સાસમાં વરસાદે વિનાશ વેર્યો; ભયંકર પુરને કારણે 100 થી વધુ લોકોના મોત

ઓસ્ટીન: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં શુક્રવારે આવેલા ભયંકર પુરને કારણે ભારે તારાજી (Texas Flood) સર્જાઈ છે, અહેવાલ મુજબ અધિકારીઓએ 100 થી લોકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે હજુ પણ સંખ્યાબંધ લોકો ગુમ છે, જેમાં સમર કેમ્પમાં ગયેલી છોકરીઓનો પણ સમાવેશ થાય છે. વહીવટીતંત્ર મોટા પાયે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવી રહ્યું છે, મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ શકે છે.

ભારે વરસાદને કારણે શુક્રવારે વહેલી સવારે ટેક્સાસમાંથી પસાર થતી ગુઆડાલુપે નદીનું જળસ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ (લગભગ 8 મીટર) વધી ગયું હતું, જેના કારણે ટેક્સાસ હિલ કન્ટ્રી વિસ્તારમાં ભયંકર પુર આવ્યું છે.

પુરની સૌથી વધુ અસર રાજ્યની કેર કાઉન્ટી(Kerr County)માં થઇ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેર કાઉન્ટીમાં, 28 બાળકો સહિત 84 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાઉન્ટીમાં આવેલા ક્રિશ્ચિયન ઓલ-ગર્લ્સ સમર કેમ્પમાં આવેલી 27 છોકરીઓ અને સ્ટાફના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જયારે દસ છોકરીઓ અને એક કેમ્પ કાઉન્સેલર હજુ પણ ગુમ છે. આ ઉપરાંત કાઉન્ટીમાં ઘણા સમર કેમ્પ છે.

ગુમ લોકો જીવિત હોવાની આશા ઓછી:

અનેક કાઉન્ટીઓમાં ગુમ સંખ્યબંધ લોકોને શોધવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઈમરજન્સી ટીમો ચોવીસ કલાક કામ કરી રહી છે. વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કારવામાં આવી છે, એવામાં રેસ્ક્યુ ટીમો માટે કાદવથી ભરેલા વિસ્તારોમાં કાર્ય કરવું મુશ્કેલ બન્યું છે, પૂર આવ્યાના ચાર દિવસ પછી ગુમ થયેલા લોકો જીવિત હોવાની આશા ઓછી થતી જઈ રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લેશે:

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયાના અંતમાં ટેક્સાસમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ શુક્રવારે ટેક્સાસ જઈ શકે છે, પરંતુ આ સંદર્ભમાં હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

લેવિટે કહ્યું કે આ એક કુદરતી આપત્તિ છે. વહીવટીતંત્રની કોઈ ભૂલ નથી, અગાઉથી સતત ચેતવણીઓ આપવામાં આવી હતી અને રાષ્ટ્રીય હવામાન સેવાએ તેનું કામ યોગ્ય રીતે કર્યું છે.

આ પણ વાંચો…અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદથી હિલ કન્ટ્રી જળમગ્ન, પૂરમાં 24ના મોત 23 ગુમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button