આયર્લેન્ડમાં હવે છ વર્ષની ભારતીય છોકરી પર હુમલો, એક મહિનામાં પાંચમો હુમલો

વોટરફોર્ડ, આયર્લેન્ડઃ આયર્લેન્ડમાં ભારતીયો પર હુમલો થવાની ઘટનાઓ વધી રહી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ફરી એકવાર આયર્લેન્ડમાં એક ભારતીય પર હુમલો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 6 વર્ષની ભારતીય છોકરી પર હુલમો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મૂળ કેરળની કોટ્ટાયમના પરંતુ અત્યારે આયર્લેન્ડની નાગરિકતા લઈ લીધી છે તેમની દીકરી પર હુમલો થયો છે. પરિવારનું કહેવું છે કે, અમને ભારતીય હોવાનો ગર્વ છે સાથે સાથે આયર્લેન્ડના નાગરિક હોવાનો પણ ગર્વ છે. આ અમારો બીજો દેશ છે પરંતુ અહીં હવે સુરક્ષિત હોઈએ તેવું નથી લાગતું!
12થી 14 વર્ષની વયના છોકરાઓ 6 વર્ષની દીકરી પર કર્યો હુમલો
ઘટનાની વાત કરવામાં આવે તો, નિયા નવીન નામની છોકરી આયર્લેન્ડમાં આવેલા વોટરફોર્ડ શહેરમાં ઘરની બહાર રમી રહી હતી ત્યારે 12થી 14 વર્ષની વયના છોકરાઓ આવ્યા અને તેના પર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં પરંતુ હુમલો કરીને ગાળો આપી અને ભારત પાછા જવા માટે કહ્યું હતું. આ પરિવાર છેલ્લા આઠ વર્ષથી આયર્લેન્ડમાં રહે છે અને હમણાં જ આયર્લેન્ડની નાગરિકતા મળી છે. નવીનની માતા અનુપા અચ્યુતને કહ્યું કે, એક ટોળકીએ તેમની પુત્રીના ચહેરા પર મુક્કો માર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેના પ્રાઈવેટ પાર્ટ પર સાયકલ મારી હતી. આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે.
વૈજ્ઞાનિક ડો. સંતોષ યાદવ પર પણ થયો હતો હુમલો
આર્યલેન્ડના ડબલિનમાં ભારતીયો પર અનેક વખત હુમલાની ઘટનાઓ બની છે. 28 જુલાઈના રોજ એક સિનીયર ડેટા વૈજ્ઞાનિક ડો. સંતોષ યાદવ પર છ લોકોએ પાછળથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમના ચશ્માં છીનવી લીધા અને ઢોર માર માર્યો હતાં. હુમલો થતા ડૉ.સંતોષ લોહીલુહાણ હાલતમાં ફૂટપાથ પર પટકાયા હતા.
આયર્લેન્ડમાં ભારતીયો કેટલા સુરક્ષિત છે?
આ પહેલાની વાત કરવામાં આવે તો, 24 જુલાઈના રોજ ટ્રામ સ્ટેશન પર 20 વર્ષના એક ભારતીય પર હુમલો થયો હતો. ચહેરા પર તીક્ષ્ણ વસ્તુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેની બાદ ભારતીયને ગંભીર ઈજાઓ સાથે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. તે પહેલા 19 જુલાઈના રોજ તલાઘટમાં પણ એક ભારતીય પર હુમલો થયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આમ છતાં પણ હજી સુધી તે કેસોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી