New York Nightclub Shooting: 11 Injured
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

BREAKING: ન્યૂયોર્કના નાઈટક્લબમાં અંધાધુંધ ગોળીબાર; 11 લોકોને ગોળી મારી, 24 કલાકમાં ત્રીજી મોટી ઘટના

ન્યુયોર્ક: અમેરિકામાં નવા વર્ષની ઉજવણી શોકમાં ફેવાઈ ગઈ છે, અમેરિકાના અલગઅલગ ત્રણ શહેરોમાં હુમલાની ત્રણ ઘટનાઓ બની છે. ન્યુ ઓર્લિન્સ અને લાસ વેગસ બાદ હવે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં મોટા હુમલાના સમાચાર મળી (Mass shooting in New York club) રહ્યા છે. અહેવાલ મુજબ ન્યુયોર્કના એક ક્લબમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકોને ગોળી વાગવાના અહેવાલ છે. જાનહાની વિષે હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

24 કલાકમાં તત્રીજી ઘટના:
અહેવાલો અનુસાર આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સમાં આવેલા અમાકુરી નાઈટ ક્લબમાં બની હતી. આ નાઇટક્લબને શહેરના સૌથી જાણીતા નાઇટ સ્પોટમાંથી એક ગણવામાં આવે છે. ન્યૂ ઓર્લિયન્સમાં એક ટ્રકે નવું વર્ષ ઉજવી રહેલા લોકોને કચડી નાખ્યા હતાં, જેમાં 15 લોકો ઘાયલ થયા. તેના થોડા કલાકો પછી, લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં બ્લાસ્ટ થયો. ન્યુ યોર્કની આ ઘટના 24 કલાકમાં દેશમાં બનેલી ત્રીજી ઘટના છે.

Also read: અમેરિકામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન આતંકી હુમલો, 15ના મોત, 30થી વધુ ઘાયલ

પોલીસની કાર્યવાહી:
ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના ઘણા યુનિટો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી. જો કે, ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે હજુ સુધી આ સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી.

સંબંધિત લેખો

Back to top button