Quad Summit : પીએમ મોદીએ ચીનને આપ્યો સણસણતો જવાબ, જણાવ્યો ક્વાડનો ઉદ્દેશ

ફિલાડેલ્ફિયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કવાડ સમિટના(Quad Summit) મંચ પરથી ચીનને સણસણતો જવાબ આપ્યો છે. ચીને અનેક વાર કવાડ પર સવાલ ઉઠાવતું રહ્યું છે. પીએમ મોદીએ ક્વાડના મંચ પરથી જ કહી દીધું કે અમે કોઇની વિરુદ્ધ નથી. આ ચીનને મોટો સંદેશ છે. કારણ કે ચીને તરફથી અનેક વાર કહેવામાં આવ્યું છે કે કવાડ દેશો તેની વિરુદ્ધ છે અને તણાવ પેદા કરે છે. આ ઉપરાંત ચીન કવાડ અંગે અનેક સવાલ ઉઠાવતું રહ્યું છે.ત્યારે પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ક્વાડ દેશો કોઇની વિરુદ્ધ નથી.
અમેરિકાએ ભારતના દાવાને સમર્થન આપ્યું હતું
આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણામાં પણ જો બાઈડને ભારતના દાવાને સમર્થન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે UNSCમાં સુધારો થવો જોઈએ. ભારત કહેતું રહ્યું છે કે વર્તમાન વૈશ્વિક સંજોગોને જોતાં આ જૂથમાં પરિવર્તનની જરૂર છે. ભારત સંયુક્ત રાષ્ટ્રનું કાયમી સભ્ય હોવું જોઈએ. આ વર્તમાન સમયની માંગ છે.
ચીન QUAD પર આ આરોપો લગાવી રહ્યું છે
ચીને તાજેતરમાં અમેરિકા અને ભારત સહિત ક્વાડ સમૂહના દેશો પર એશિયા પેસિફિક ક્ષેત્રના અન્ય દેશોના વિકાસમાં કૃત્રિમ રીતે તણાવ પેદા કરવા અને સંઘર્ષ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જ્યારે ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોના સંયુક્ત નિવેદન પર તેમની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ક્વાડનો ઉપયોગ અન્ય દેશોના વિકાસને રોકવા અને સંઘર્ષને ઉશ્કેરવા માટે કૃત્રિમ રીતે તણાવ પેદા કરી રહ્યો છે. લિને કહ્યું કે જે એશિયા-પેસિફિકમાં શાંતિ અને વિકાસ અને સ્થિરતાના વૈશ્વિક વલણની વિરુદ્ધ છે.