ઇન્ટરનેશનલ

પુતિનની ‘સિક્રેટ ગર્લફ્રેન્ડ’ જોવા મળતા ખળભળાટ

મોસ્કોઃ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની રહસ્યમય ગર્લફ્રેન્ડ 40 અઠવાડિયા પછી ફરી એક વખત જોવા મળતા મીડિયામાં આ મુદ્દે ખળભળાટ મચી ગયો છે. એલિના કાબેવા એવા સમયગાળા દરમિયાન જોવા મળી છે, જ્યારે તેને નજરકેદ કરવાની અટકળો વ્યક્ત કરવામાં આવી હતી. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સિક્રેટ મહેલમાં રાખવામાં આવી છે, જેમાં લક્ઝરી સિક્રેટ મહેલ ફોરેસ્ટ કમ આધુનિક પણ છે.

પુતિન અને એલિનાની વચ્ચે વર્ષ 2008માં અફેર હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. મીડિયાના અહેવાલ અનુસાર એલિના અંતે 22મી ઓક્ટોબરે જોવા મળી હતી, ત્યાર બાદ પુતિનને હાર્ટ એટેકના પણ સમાચાર જાણવા મળ્યા હતા, પરંતુ ક્રેમલિન તરફથી એ અહેવાલનો ફગાવી નાખવામાં આવ્યા હતા. એલિના જિમનાસ્ટિક ગોલ્ડ મેડલિસ્ટ છે.

એલિનાને સોચીમાં જિમનાસ્ટિક એકેડેમીમાં ટ્રેનિંગના અંગે વાત જાણવા મળી હતી. મોસ્કો ઉત્તર સ્થિત વલ્દાઈ પેલેસમાં હાર્ટ એટેકથી પુતિનનું મોત થયું હતું અને શરીરને ફ્રીજરમાં રાખવામાં આવ્યું હતું. પુતિનના મોતની અફવા પછી એલિના ગાયબ થઈ ગઈ હતી.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેમના મોતને ષડયંત્ર ગણાવ્યું હતું. એલિનાનો વીડિયો સાતમી ડિસેમ્બરે વાઈરલ થયો હતો, જેમાં નવા વીડિયોમાં કાબેવાને લગ્નની રિંગ પહેરેલી જોવા મળે છે. ત્યારબાદ બંનેની સિક્રેટ સેરેમનીમાં પુતિનની સાથે થોડા વર્ષ પહેલા લગ્ન કરી લીધા હતા. કહેવાય છે કે 2008થી બંને વચ્ચે અફેર હતું.

કાબેવા જિમનેસ્ટિક એકેડેમીને હેવનલી ગ્રેસ તરીકે જાણીતી છે. અમુક લોકો એમ પણ કહે છે કે એ વખતે તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. મીડિયાના અન્ય અહેવાલ અનુસાર પહેલા પ્રેગનન્સી અને પછી પ્લાસ્ટિક સર્જરીને કારણે લાંબા સમય સુધી નજરકેદ હોવાનું જણાવાયું હતું. એલિના કાબેનાને પુતિનના એક મહેલમાં નજરકેદ રાખવામાં આવી હતી. વોલ્દાઈ લેક સ્થિત લકઝરી પેલેસને યુક્રેનના હુમલાથી બચાવવા માટે એર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button