ઇન્ટરનેશનલ

રશિયામાં આતંકી હુમલાથી પુતીન લાલઘુમ, દેશને સંબોધતા કહ્યું ‘હું શપથ લઉં છું કે….’

મોસ્કો: રશિયાના મોસ્કોમાં શુક્રવારે મોડી રાત્રે મોટો આતંકી હુમલો થયો હતો. કોન્સર્ટ દરમિયાન, કેટલાક શંકાસ્પદ લોકોએ અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો અને થોડી જ વારમાં ઘણી લાશો ઢાળી દીધી હતી. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત તથા મોટી સંખ્યામાં ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. આ હુમલા બાદ રશિયાના લોકો તથા રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતીનમાં જબરદસ્ત રોષ છે. તેમણે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

દેશને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અનેક નિર્દોષ લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે પીડિતોને બચાવવા માટે ડોક્ટરો શક્ય તમામ પ્રયાસો કરશે. એક તરફ રાષ્ટ્રપતિ પુતિને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી તો બીજી તરફ આતંકવાદી હુમલાને અંજામ આપનારાઓને કડક ચેતવણી પણ આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે હું શપથ લઉં છું કે કોઈ પણ આરોપીને બક્ષવામાં આવશે નહીં. તેમના કહેવા પ્રમાણે, હુમલા બાદ બંદૂકધારી આરોપીઓ યુક્રેન ભાગી ગયા હતા.

આ પણ વાંચો: મોસ્કો આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધીને 93 પર પહોચ્યો

ઉલ્લેખનિય છે કે આ આત્મઘાતી હુમલાની જવાબદારી ISISએ લીધી છે. ISIS દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારા લડવૈયાઓએ મોસ્કોની બહારના કોન્સર્ટ હોલ પર હુમલો કર્યો છે. તમામ હુમલાખોરો હવે સુરક્ષિત રીતે તેમના મૂળ સ્થાનો પર પાછા ફર્યા છે.

આ પણ વાંચો: Moscow Attack: અમેરિકાએ 15 દિવસ પહેલા આપી હતી ચેતાવણી, પછી કેમ પગલાં ન લેવાયા?

જો કે રશિયાના કેટલાક મોટા નેતાઓ દ્વારા એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે આતંકવાદી હુમલામાં યુક્રેનનો હાથ હોઈ શકે છે. આ કારણથી ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ આગળ આવ્યા છે અને કહ્યું છે કે આ હુમલા સાથે યુક્રેનને કોઈ લેવાદેવા નથી. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનું રશિયા સાથે યુદ્ધ ચાલી રહ્યું છે અને એક દેશ તરીકે અમે તે યુદ્ધ પૂરી તાકાતથી લડી રહ્યા છીએ.

આ પણ વાંચો: ISISએ લીધી મોસ્કો હુમલાની જવાબદારી, અત્યાર સુધીમાં 60ના મોત અને 145 ઘાયલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button