ઇન્ટરનેશનલનેશનલ

યુદ્ધવિરામની ચર્ચા કરવા માટે પુતિને ટ્રમ્પને એક કલાક રાહ જોવડાવી? આ વીડિયોએ ચર્ચા જગાવી

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ મુદ્દે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે ફોન પર વાત કરી હતી. એક અહેવાલ મુજબ ફોન કોલ માટે પુતિને ટ્રમ્પને એક કલાક સુધી રાહ જોવડાવી છે. ટ્રમ્પ પુતિનની રાહ જોઈ રહ્યા હતાં, ત્યારે પુતિન મોસ્કોમાં વ્યાપારી આગેવાનો સાથેની કોન્ફરન્સમાં વ્યસ્ત હતાં. આ કોન્ફરન્સ નિશ્ચિત સમયગાળાથી વધુ ચાલી હતી.

બિઝનેસ કોન્ફરન્સ દરમિયાન, કાર્યક્રમના યજમાન, એલેક્ઝાન્ડર શોખિને, પુતિનને યુએસ રાષ્ટ્રપતિ સાથેના તેમના કૉલની યાદ અપાવી. પુતિને, સ્મિત કરતા અને ખભા ઉંચકાતા, કટાક્ષ સાથે જવાબ આપ્યો, “તેમની વાત ન સંભળતા! આ તેમનું કામ છે”. જેના પર, શોખિને કહ્યું, “હવે આપણે જોઈશું કે ટ્રમ્પને આ વિશે શું કહેવું છે.”

આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના આદેશનો અનાદર કર્યો? સેંકડો ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા, જાણો શું છે મામલો…

બાદમાં પુતિને જવાબ આપ્યો કે “હું ટ્રમ્પ વિશે વાત કરી ન હતો કરી રહ્યો, હું ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનો ઉલ્લેખ કરી રહ્યો હતો”.

અહેવાલ મુજબ ટ્રમ્પ સાથે કોલ શરૂ થવાના નિશ્ચિત સમયના એક કલાક પછી પુતિન સાંજે 5 વાગ્યાની આસપાસ ક્રેમલિન પહોંચ્યા હતાં. વિલંબ છતાં, ટ્રમ્પ અને પુતિન વચ્ચે કોલ લગભગ 90 મિનિટ સુધી ચાલ્યો.

કોલ દરમિયાન, પુતિન યુક્રેનિયન એનર્જી ફેસિલિટી પર હુમલો કરવાનું કામચલાઉ ધોરણે બંધ કરવા સંમત થયા હતા, પરંતુ તેમણે 30 દિવસના સંપૂર્ણ યુદ્ધવિરામને સમર્થન આપ્યું ન હતું.
દરમિયાન, વ્હાઇટ હાઉસે આંશિક યુદ્ધવિરામને શાંતિ તરફનું પ્રથમ પગલું ગણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button