Putin એ Kim Jong Unને ગિફ્ટમાં આપી આ લક્ઝરી કાર, ડ્રાઇવ પર લઈ ગયા

રશિયા અને ઉ. કોરિયા એમ બે રાષ્ટ્રો અને તેમના નેતાઓ વચ્ચે વધતી નિકટતાના પ્રતિક તરીકે રશિયાના પ્રમુખ વ્લાડિમિર પુતિને ઉ. કોરિયાના તાના શાહ કિમ જોંગ ઉનને ગિફ્ટમાં રશિયન નિર્મિત ઓરસ લિમોઝીન કાર આપી હતી અને આટલું ઓછું હોય તેમ તેઓ કારમાં તેમને ડ્રાઇવ પર પણ લઇ ગયા હતા.
છેલ્લા 24 વર્ષમાં પ્રથમ વાર શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. પોતાની દોસ્તીને પાકી કરવાના પ્રતિકરૂપે પુતિને કિમ જોંગ-ઉનને એક વૈભવી ઓરસ લિમોઝિન ભેટમાં આપી હતી. આ બીજી વખત છે જ્યારે ઉત્તર કોરિયાના નેતાએ પુતિન પાસેથી આ કાર પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત પુતિને તેમના મિત્રને ચાનો સેટ પણ ભેટમાં આપ્યો છે.
આ પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉત્તર કોરિયાની મુલાકાતે, અમેરિકા સહીત દુનિયાભરના દેશોની નજર
બંને નેતાઓની મીટિંગ દરમિયાન પુતિન ઉત્તર કોરિયાના નેતાને રશિયન બનાવટની ઓરસ કારમાં સવારી માટે લઈ ગયા હતા. થોડો સમય ડ્રાઇવ કર્યા બાદ બંને નેતા જંગલવાળા વિસ્તારમાં એકબીજા સાથે ચાલતા અને ગપસપ કરતા જોવા મળે છે.
પુતિને આ પહેલા ફેબ્રુઆરીમાં કિમ જોંગ ઉનને ઓરસ ભેટ આપી હતી. જો કે તે સમયે આ વાહનના મોડલનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. કિમ વિદેશી ઓટોમોબાઈલનો ભારે શોખ ધરાવે છે. કિમ પાસે વૈભવી વિદેશી વાહનોનો મોટો સંગ્રહ છે જે દાણચોરીથી લાવવામાં આવ્યા હોય એમ માનવામાં આવે છે, કારણ કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ ઉત્તર કોરિયામાં લક્ઝરી ચીજોની નિકાસ પર પ્રતિબંધ મૂકે છે.
ઉત્તર કોરિયાના નેતાએ રશિયન રાષ્ટ્રપતિને સ્થાનિક જાતિના પંગસન કૂતરાઓની જોડી ભેટમાં આપી હતી.