પુતિનના ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને પીએમ મોદીને ગણાવ્યા ‘Super World Leader’…
મોસ્કોઃ રશિયાના રાજકીય દાર્શનિક અને રાષ્ટ્રપતિ પુતિનનાં ગુરુ મનાતા એલેક્ઝાન્ડર ડુગિને અખંડ ભારતને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એલેક્ઝાન્ડર દુગિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાના સુપર લીડર ગણાવ્યા છે. દુનિયાના જાણીતા પોલિટિકલ સાયન્ટિસ્ટ અને મહાન દાર્શનિક અને પુતિનના ગુરુ અને બ્રેન ગણાતા દુગિન ભારતમાં સિક્રેટ મિશન અન્વયે આવેલા છે ત્યારે તાજેતરમાં તેમણે પીએમ મોદીએ અંગે મહત્ત્વની વાતો જણાવી હતી.
આ પણ વાંચો : કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે? એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી બેઠક
ઝડપથી બદલાતા “વર્લ્ડ ઓર્ડર” અને વૈશ્વિક તણાવ વચ્ચે ભવિષ્યમાં વિશ્વની દિશા અને સ્થિતિ શું છે, PM મોદીના નેતૃત્વમાં ભારતનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે, વિશ્વમાં હિન્દુત્વના પ્રભાવ પર દુનિયા શું વિચારી રહી છે જેવા વિવિધ મુદ્દાઓ પર તેમણે વાતચીત કરી હતી.
એલેક્ઝાન્ડર ડુગિને અખંડ અને વૈદિક ભારતની પુનઃસ્થાપનાના પીએમ મોદીના સપનાને સમર્થન આપ્યું હતું. ડુગિને જણાવ્યું હતું કે આપણી નજરની સામે ભારત એક નવા વૈશ્વિક કેંદ્ર તરીકે ઊભરી રહ્યું છે. તેમણે ભારતીય અર્થતંત્રની ઝડપી ગતિ અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી.
ડુગિને લખ્યું હતું કે આજે ભારતીય મૂળના લોકો સમગ્ર વિશ્વમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. પશ્ચિમી દેશોમાં એલેક્ઝાન્ડર ડુગિનને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ફિલોસોફર તરીકે ગણવામાં આવે છે. એલેક્ઝાન્ડર ડુગિનનું પૂરું નામ એલેક્ઝાન્ડર ગેલિવિચ ડુગિન છે. પશ્ચિમી દેશોનો આરોપ છે કે ડુગિન ફાંસીવાદી વિચારધારાના કટ્ટર સમર્થક છે.
પીએમ મોદી એક મજબૂત વૈશ્વિક નેતા
એલેક્ઝાન્ડર ડુગિને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા અને મહાન દેશના મહાન વૈશ્વિક નેતા છે. તે એક નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જે સ્વતંત્ર, નિષ્પક્ષ અને સાર્વભૌમ છે. જેને પરંપરાગત અને વૈદિક મૂલ્યો છે, જ્યાં આંતરિક માનવતા અને સમૃદ્ધિ છે.
પીએમ મોદી ઈન્ડિયાને પુનઃ ભારત બનાવવામાં લાગ્યા છે. હું વડાપ્રધાન મોદીના આ પગલાની પ્રશંસા કરું છું. તેની પાસે વિશ્વને સંતુલિત કરવાની અદભૂત ક્ષમતા છે, PM મોદીના સંબંધો રાષ્ટ્રપતિ પુતિન સાથે જેટલા સારા છે તેટલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ છે. એશિયા, આફ્રિકન દેશો, આરબ દેશો, ઇસ્લામિક દેશો, યુરોપ અને પશ્ચિમી દેશોમાં તેમની સમાન પકડ છે.
આ પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવશે, ટૂંક સમયમાં શેડ્યૂલ જાહેર થઈ શકે
દેશનું અર્થતંત્ર આગળ વધી રહ્યું છે
એલેક્ઝાન્ડર ડુગિને કહ્યું કે આજે ભારતનો દરેક ક્ષેત્રમાં પ્રભાવ પડે છે. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વએ ભારતને પારંપરિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોથી લઈને દરેક ક્ષેત્રમાં મજબૂત કર્યું છે. તેમણે ભારતને એટલું મજબૂત બનાવી દીધું છે કે જે તેને ગ્લોબલ પાવરનાં રૂપમાં સ્થાપિત કરી દીધું છે. આજે દુનિયા ભારતને વૈશ્વિક પાવરના રૂપમાં જોઇ રહી છે. ભારતને પીએમ મોદીનાં નેતૃત્વએ આ મુકામ સુધી પહોંચાડ્યું છે. ભારતની અર્થ વ્યવસ્થા પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.