PoKમાં પાકિસ્તાન સરકાર સામે વિરોધ; સેનાના ગોળીબારમાં બેના મોત, 22થી વધુ ઘાયલ

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી પ્રદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ગઈ કાલે હાજારો લોકો વિવિધ માંગો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતાં, આ દરમિયાન પાકિસ્તાની સેનાએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરતા બે લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. અહેવાલ અનુસાર ISI સમર્થિત મુસ્લિમ કોન્ફરન્સના હથીયારધારી લોકો પણ પ્રદર્શનકારીઓ પર ગોળીબારના હુમલામાં સામેલ હતાં.
આવામી એક્શન કમિટીની આગેવાનીમાં સોમવારે PoKના મુઝફ્ફરાબાદ વિસ્તારના મોટા પાયે વિરોધ પ્રદર્શનો યોજાયા હતાં. આ સમિતિએ સરકાર સમક્ષ કુલ 38 માંગણીઓ રજૂ કરી છે, જેમાંથી સૌથી મુખ્ય માંગણી પાકિસ્તાનમાં સ્થાયી થયેલા શરણાર્થીઓ માટે PoK વિધાનસભામાં અનામત રાખવામાં આવેલી 12 બેઠકો નાબૂદ કરવાની છે.
નીલમ વેલી પબ્લિક એક્શન કમિટીના વડા શૌકત નવાઝ મીરે સંપૂર્ણ બંધની જાહેરાત કરી હતી, સમગ્ર પ્રદેશમાં તમામ બજારો, દુકાનો અને વ્યવસાયિક કેન્દ્રો બંધ રહ્યા હતા. તેમણે અધિકારીઓને ચેતવણી આપી હતી કે હડતાળ રોકવાના કોઈપણ બળપૂર્વક પ્રયાસનો જવાબ આપવામાં આવશે.
સોમવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ નારેબાજી કરી હતી. પ્રદર્શનકારીઓએ શરીફ સરકાર સામે રાજકીય ઉપેક્ષા, માનવાધિકાર ઉલ્લંઘન અને પ્રદેશના લોકો સાથે સેકન્ડ ક્લાસ નાગરિક જેવું વર્તન કરવાની આરોપ લગાવ્યો.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ને પણ આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો. પાર્ટીએ આરોપ લગાવ્યો સરકાર હિંસા દ્વારા પ્રદર્શનોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા. વિરોધ પ્રદર્શનો ફાટી નીકળતા સરકારે વિસ્તારમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી છે.
આ પણ વાંચો…મેદાનમાં ભોંઠા પડ્યા પછી PM મોદીની ટ્વીટે પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવ્યું! નકવી-આસીફ ભડક્યા