UN બહાર મુહમ્મદ યુનુસનો વિરોધ, 'પાકિસ્તાન વાપસ જાઓ'ના નારા લાગ્યા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

UN બહાર મુહમ્મદ યુનુસનો વિરોધ, ‘પાકિસ્તાન વાપસ જાઓ’ના નારા લાગ્યા

ન્યુયોર્ક: બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસને શુક્રવારે ન્યુયોર્કમાં 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચોથા દિવસે સંબોધન દરમિયાન વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓએ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર બહાર “યુનુસ પાકિસ્તાની છે, પાકિસ્તાન પરત જાઓ” જેવા નારા લગાવ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ યુનુસ પર ખરાબ શાસન અને પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો.

ગયા વર્ષે બાંગ્લાદેશમાં સરકારની સામે થયેલા વિદ્રોહ બાદ શેખ હસીનાને સત્તામાંથી હાથ ધોઈ નાખવા પડ્યા હતા અને દેશ છોડવાની નોબત આવી હતી. હસીના ૧૫ વર્ષ સુધી બાંગ્લાદેશનાં વડાં પ્રધાન રહ્યાં હતા. હસીનાના બાંગ્લાદેશની સત્તામાંથી બહાર થયા બાદ યુનુસ બાંગ્લાદેશના અંતરિમ મુખ્ય સલાહકાર બન્યા હતા. યુનુસે સત્તા પરિવર્તન પછી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું બીજું ભાષણ આપ્યું છે. પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના સમર્થકોએ વચગાળાની સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરવા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

https://twitter.com/ANI/status/1971624530658709738

સરકારે જ લઘુમતી પર હુમલાની છૂટ

યુનુસના ટીકાકારોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સરકારે લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પરના હુમલાને મંજૂરી આપી આપી દીધી છે, તેમજ અમુક લોકો આ હિંસાને જમાત-એ-ઇસ્લામી જેવા ગ્રુપ સાથે જોડે છે. યુનુસે હસીનાના આશ્રયનો આરોપ ભારત પર મૂક્યો છે, જેનાથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાય છે. ભારતે બાંગ્લાદેશમાં થઈ રહેલા લઘુમતીઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

UNમાં શું કહ્યું યુનુસે?

બાંગ્લાદેશમાં મચેલી ઉથલપાથલ પર વિચાર કરતાં યુનુસે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિઓને કહ્યું કે, “ગયા વર્ષે આ પ્રતિષ્ઠિત સભામાં મેં તમારી સાથે એક એવા દેશ તરફથી વાત કરી હતી જેણે તાજેતરમાં એક જન-વિદ્રોહ જોયો હતો. મેં તમારી સાથે પરિવર્તનની અમારી આકાંક્ષાઓ વહેંચી હતી. આજે, હું અહીં તમને એ જણાવવા માટે ઊભો છું કે અમે તે યાત્રામાં કેટલે દૂર આવ્યા છીએ.”

આ પણ વાંચો…બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ઘેરાયું, મુહમ્મદ યુનુસે સલાહકાર પરિષદની આકસ્મિક બેઠક બોલાવી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button