ઈરાનમાં ખામેનીના શાસન સામે જનતાનો બળવો! અથડામણમાં 7 ના મોત, આ કારણે જનતામાં રોષ

તેહરાન: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના ઇસ્લામિક શાસન સામેના લોકોનો રોષ ફાટી નીકળ્યો છે, ગત રવિવારથી રાજધાની તેહરાન સહીત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, લોકો દેશના કથળી રહેલા અર્થતંત્ર અને જીવનનિર્વાહના વધતા ખર્ચના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે. સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં સાત લોકો માર્યા ગયા હોવાનાં અહેવાલ છે. હજુ પણ વિરોધ પ્રદર્શનો ચાલુ રહે તેવી શક્યતા છે
ઈરાનમાં ઘણા વર્ષોથી આર્થિક ઉથલપાથલ ચાલી રહી છે. ડિસેમ્બરમાં ફુગાવો 42.5 ટકાએ પહોંચ્યો હતો, જેને કારણે જીવનજરૂરીયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ લોકોની અવાક સ્થિર રહી છે, જેણે કારણે લોકોને જીવનનિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે.
ઇસ્લામિક શાસન સામે પણ રોષ:
રવિવારે તહેરાનમાં દુકાનદારો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. મંગળવારે દસ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનોમાં જોડાયા હતાં. પ્રદર્શનોને કારણે શહેરના મુખ્ય બજારો બંધ રહ્યા હતાં. બુધવારે, સરકારે ઠંડીના કારણે રજા જાહેર કરી, દેશના મોટાભાગના વિસ્તારમાં બંધ જોવા મળ્યું હતું.
નબળી આર્થિક પરિસ્થિતિઓ સામે શરુ થયેલા પ્રદર્શનો દરમિયાન ઈરાનના કડક ઇસ્લામિક શાસન સામે પણ નારા લગાવવામાં આવ્યા હતાં.
ઈરાનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યા બાદ કેટલીક ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું, ત્યાર બાદ પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી.
આ કારણે ઈરાન પર પ્રતિબંધો:
નોંધનીય છે કે, ઈરાન ઘણાં સમાયથી તેનો પરમાણુ કાર્યક્રમ આગળ વધારવા અડગ છે, જેને કારણે યુએસ સહીત પશ્ચિમના દેશોએ તેના પર વેપાર પ્રતિબંધો લગાવ્યા છે. માર્યાદિત આંતરરાષ્ટ્રીય વેપારને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા વર્ષોથી કથળી રહી છે, ગત વર્ષે ઇઝરાયલ સાથે 12 દિવસના સશસ્ત્ર સંઘર્ષ પણ ચાલ્યો હતો, જેના કારણે ઈરાનની નાણાકીય સ્થિતિ વધુ નબળી પડી હતી.
ઈરાન રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી હતી, તેમણે એક ઈન્ટરવ્યું દમિયાન તેમણે જણાવ્યું “ઇસ્લામિક દ્રષ્ટિકોણથી… જો અમે લોકોની આજીવિકાના મુદ્દાને ઉકેલીશું નહીં, તો અમે નરકમાં જઈશું.”
ઊંચા ફુગાવાને કારણે શરૂ થયા હતા, જે સત્તાવાર રીતે વધીને
આ મૃત્યુને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની આગેવાની હેઠળના ઇરાનના ઇસ્લામિક શાસન સામેના પ્રદર્શનો પર ઈરાનના ધર્મશાહી દ્વારા ભારે પ્રતિક્રિયાની શરૂઆત માનવામાં આવે છે, જે રાજધાની તેહરાનમાં ધીમી પડી ગઈ છે, પરંતુ દિવસોમાં અન્યત્ર વિસ્તરી છે.
આ પણ વાંચો…ઈરાનમાં મોંઘવારી અને આર્થિક સંકટ સામે જનતાનો આક્રોશ, સત્તા પરિવર્તનની માંગ



