ઇન્ટરનેશનલવેપાર

આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં આગેકૂચ પણ…

મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ગઈકાલે ક્રૂડ પામતેલના વાયદામાં ૨૧ રિંગિટ ઘટી આવ્યાના અહેવાલ હતા, જ્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં સુધારો દર્શાવાઈ રહ્યાના અહેવાલ હતા. આમ એકંદરે વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈ અને તાજેતરમાં સરકારે ટેરિફ વૅલ્યૂમાં વધારો કર્યો હોવાથી આયાતીતેલમાં ૧૦ કિલોદીઠ આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના ભાવમાં અનુક્રમે રૂ. ૧૫ અને રૂ. ૧૦ વધી આવ્યા હતા.

જોકે, દેશી તેલમાં નિરસ માગે સિંગતેલ અને કપાસિયા રિફાઈન્ડમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો અને સરસવમાં મથકો પાછળ રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો. સ્થાનિકમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હતા. દરમિયાન હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૮૫, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૩૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૯૦, સિંગતેલના રૂ. ૧૪૭૫, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૨૫ અને સરસવના રૂ. ૧૪૧૦ના મથાળે રહ્યાના અહેવાલ હતા.

આ પણ વાંચો…‘…નહીં તો હું મધ્ય પૂર્વમાં વિનાશ સર્જીશ’, ટ્રમ્પે હમાસને ચેતવણી આપી

તેમ જ ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૨૮૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૨૫માં થયા હતા. મધ્યપ્રદેશનાં મથકો પર અંદાજે ૩.૨૫ લાખ ગૂણી સોયાસીડની આવકો સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૦થી ૪૩૫૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૩૦૦થી ૪૪૦૦માં થયાના અને ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૨૮૫ આસપાસના મથાળે થયાના અહેવાલ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button