લંડનઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફ્રાન્સ, બ્રિટન અને જર્મની સહિત ઘણા યુરોપિયન દેશોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આને પહોંચી વળવા માટે યુરોપિયન દેશોની પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં આવું જ એક પ્રદર્શન શનિવારે બ્રિટનના સેન્ટ્રલ લંડનમાં થયું હતું. સેન્ટ્રલ લંડનના વિવિધ વિસ્તારોમાં લગભગ 30 હજાર લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
આ સતત ચોથો શનિવાર હતો જ્યારે અહીંના લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રફાલ્ગર સ્ક્વેરમાં લગભગ 30 હજાર લોકો એકઠા થયા હતા. આ સિવાય ફ્રી પેલેસ્ટાઈન ગઠબંધનના લગભગ 350 વિરોધીઓ એડિનબર્ગ અને ગ્લાસગો સહિત ઘણા ભાગોમાં આંદોલનમાં જોડાયા હતા અને ઓક્સફોર્ડ સ્ટ્રીટને બ્લોક કરી દીધી હતી.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે તમામ ઉંમરના પેલેસ્ટાઈનના સમર્થકો એકઠા થયા હતા. આ લોકોએ પેલેસ્ટાઈનના ઝંડા ફરકાવ્યા હતા.
દરેકના મોડે એક જ વાત હતી કે ઇઝરાયલ ગાઝા પટ્ટી પર હુમલા કરીને નિર્દોષોને નિશાન બનાવી રહ્યું છે તે બંધ કરવામાં આવે. આ રેલીમાં ભાગ લઇ રહેલા યુવાનોએ જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધ અપરાધો થઈ રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર અઝરાયલ-હમાસ સંઘર્ષના સમાચાર વાંચીને તેના વિરોધમાં ભાગ લેવા માટે આ રેલીમાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકી સંગઠન હમાસે આ હુમલાને અંજામ આપવાની આખી યોજના પહેલાથી જ તૈયાર કરી લીધી હતી. હમાસના 5 એકમો દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા સાત ઑક્ટોબરની સવારે 6.30 કલાકે મિસાઈલ યુનિટ દ્વારા 3 હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા.
આટલા મોટા હવાઈ હુમલાથી ઈઝરાયલના લોકો ચોંકી ગયા હતા. ત્યારબાદ આતંકવાદીઓ એરબોર્ન યુનિટ દ્વારા પેરાગ્લાઈડર મારફતે ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા. ત્યારપછી કમાન્ડો યુનિટે જમીન પરની વાડ કાપી નાખી અને આતંકવાદીઓ ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા. આ સમય દરમિયાન હમાસનું ડ્રોન યુનિટ હુમલો કરવામાં અને માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત રહ્યું હતું. ઈઝરાયલના અંદાજ મુજબ હમાસના લગભગ 1000 લડવૈયાઓએ ઘૂસણખોરી કરી હતી.
Taboola Feed