20 વર્ષની રાજકુમારી 150 વર્ષ બાદ બનશે સ્પેનની રાણી, જાણો કોણ છે લિયોનોર

મેડરીર : સ્પેનમાં 150 વર્ષ બાદ ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. જેમાં રાજા ફેલિપ ચોથા અને રાણી લેટીઝિયાની વીસ વર્ષની પુત્રી રાજકુમારી લિયોનોર રાણી બનશે. આ પહેલા ઇસાબેલા દ્વિતીય 1800 ના દાયકામાં રાણી બની હતી.
સ્પેનિશ ઉત્તરાધિકારના યુદ્ધ દરમિયાન હેબ્સબર્ગ્સને હરાવ્યા પછી બોર્બોન રાજવંશે 1700ના દાયકાની શરૂઆતથી જ રાજગાદી સંભાળી રહ્યો છે.

રાજા ફેલિપ છઠ્ઠા અને રાણી લેટીઝિયાની સૌથી મોટી પુત્રી
20 વર્ષીય રાજકુમારી લિયોનોર સ્પેનના રાજા ફેલિપ છઠ્ઠા અને રાણી લેટીઝિયાની સૌથી મોટી પુત્રી છે.1700 ના દાયકાની શરૂઆતથી સ્પેનિશ રાજાશાહી પર બોર્બોન રાજવંશનું શાસન રહ્યું છે.
બોર્બોન રાજવંશે ઉત્તરાધિકારની લડાઈમાં હેબ્સબર્ગ્સને હરાવ્યા હતા. જેમાં જનરલ ફેક્રોની તાનાશાહીના અંત બાદ વર્ષ 1975 માં રાજા જુઆન કાર્લોસ I દ્વારા સ્પેનમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવામાં આવી. રાજા જુઆન કાર્લોસ I એ સ્પેનના લોકશાહીની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સ્પેનિશ આર્મી, નેવી અને એરફોર્સમાં તાલીમ પણ પૂર્ણ કરી
વર્ષ 2014માં રાજા કાર્લોસે રાજગાદી છોડી દીધી અને તેમના પુત્ર ફેલિપને ગાદી સોંપી હતી. રાજકુમારી લિયોનોર હવે સ્પેનમાં સત્તાધિકારી તરીકે રાજા ફેલિપના સ્થાને આવશે.
રાજકુમારી લિયોનોરે વેલ્સની એટલાન્ટિક કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેણીએ સ્પેનિશ આર્મી, નેવી અને એરફોર્સમાં તાલીમ પણ પૂર્ણ કરી છે. જે સ્પેનિશ શાહી પરિવારના સભ્યો માટે ફરજિયાત છે. રાજકુમારી લિયોનોર અંગ્રેજી, મેન્ડરિન, અરબી, સ્પેનિશ અને ફ્રેન્ચ બોલે છે. તેમજ તે એક કોમર્શિયલ પાયલોટ પણ છે.



