કેનેડામાં ચૂંટણી વહેલી યોજાશે, વડા પ્રધાન માર્ક કોર્નીએ કરી જાહેરાત…

અટાવા: પડોશી દેશ યુનાઈટેડ સ્ટેટ્સ સાથે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાના રાજકરણમાં મોટી ઉથલપાથલ થઇ રહી છે. અગાઉ જસ્ટિન ટ્રુડોએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ માર્ક કોર્ની(Mark Carney)એ કેનેડાનું વડા પ્રધાન પદ સંભાળ્યું હતું. એવામાં હવે કેનેડામાં વહેલી ચૂંટણીની જાહેરાત (Canada Election) કરવામાં આવી છે, કેનેડામાં 28 એપ્રિલે ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો…દક્ષિણ કોરિયાના 20થી પણ વધારે જંગલોમાં લાગી ભયાનક આગ, બે અગ્નિશામકના મોત
અહેવાલ મુજબ અગાઉ ચૂંટણી ઓક્ટોબર મહિનામાં યોજાવાની હતી. વડા પ્રધાન માર્ક કોર્ની રવિવારે સવારે ઓટ્ટાવામાં ગવર્નર જનરલ મેરી સિમોનને મળ્યા હતાં અને તેમને હાઉસ ઓફ કોમન્સનું વિસર્જન કરવાની અરજી કરી, ત્યાર બાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
ગવર્નર જનરલને મળ્યા પછી, કાર્નેએ ચૂંટણીની તારીખની જાહેરાત કરી. આ ચૂંટણી નિર્ધારિત તારીખ 27 ઓક્ટોબરથી લગભગ છ મહિના વહેલી યોજાશે. તેમણે કહ્યું “હું મારા સાથી કેનેડિયન નાગરીકો પાસેથી મજબૂત સકારાત્મક જનાદેશની આશા રાખું છું.”
ટ્રમ્પની ધમકીનો કોર્નીએ જવાબ આપ્યો:
એક તરફ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડાને સતત ધમકીઓ આપી રહ્યા છે. કોર્ની આ મુદ્દે આક્રમક પ્રચાર કરી રહ્યા છે. કોર્નીએ કહ્યું કે “તેઓ આપણને તોડવા માંગે છે જેથી અમેરિકા આપણા પર કબજો મેળવી શકે, અમે ક્યારેય એવું નહીં થવા દઈએ .” તેમણે કહ્યું કે ટ્રમ્પ સામે “ઊભા રહેવા” માટે તેમને નવા જનાદેશની જરૂર છે.
આ પણ વાંચો…ઇઝરાયેલમાં વડા પ્રધાન નેતન્યાહૂની સામે રોષ ફાટી નીકળ્યો; હજારો લોકો વિરોધ પ્રદર્શનામાં જોડાયા…
નોંધનીય છે કે કોર્ની પાસે રાજકીય કે ચૂંટણી પ્રચારનો અનુભવ નથી, તેઓ અગાઉ ક્યારેય ચૂંટણી લડ્યા નથી. પરંતુ લેબર પાર્ટીને આશા છે કે આર્થિક મોરચે તેમના લાંબા અનુભવથી તેઓ દેશની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકશે.
નોંધનીય છે કે કેનેડા બ્રિટિશ કોમનવેલ્થનું સભ્ય છે અને ગવર્નર જનરલ બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિ હોય છે.